માઇગ્રેઇન અટેક બાદ શું કરવું અને શું ન કરવું તે જાણવું ખૂબ જ જરૂરી, જાણો એક્સ્પર્ટનો મત
કેટલાક લોકોને માઈગ્રેન શરૂ થાય તે પહેલા જ શરીરમાં તેના સિગ્નલ મળવા લાગે છે જેને પ્રોડ્રોમ કહેવાય છે. આ ચિહ્નો આધાશીશી શરૂ થાય તેના થોડા કલાકો કે બે દિવસ પહેલા દેખાઈ શકે છે. માઈગ્રેનથી પીડિત 60% લોકોને આ ચિહ્નો જોવા મળે છે. આ ચિહ્નોમાં કબજિયાત અથવા ઝાડા, મૂડમાં ફેરફાર, ગરદન અકડવી અને અમુક ખોરાક અથવા પીણાંનું ક્રેવિંગ શામેલ છે. આધાશીશી પહેલા અથવા દરમિયાન, કેટલાક લોકોમાં આભા (ઓરા)પણ હોઈ શકે છે, જે તેમની દ્રષ્ટિ અને અન્ય ઇન્દ્રિયોમાં ફેરફારનું કારણ બને છે. માઇગ્રેન ધરાવતા લગભગ 20% લોકો ઓરા અનુભવે છે. ઓરાના લક્ષણોમાં દ્રષ્ટિ ગુમાવવી, ચમકતી લાઇટ અથવા ફોલ્લીઓ જોવી, અવાજો અથવા સંગીત સાંભળવું અને હાથ અથવા પગમાં સોઇ ચૂંભતી હોય તેવો અનુભવ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેફીનનું સેવન કરો: કેટલાક લોકોને , કોફી, ચા પીવાથી માથાનો દુખાવો ઓછો થઈ જાય છે. પરંતુ તેનું વધુ પડતું સેવન ન કરો અને સૂતા પહેલા કેફીન ન લો.
હીટિંગ પેડ અથવા આઈસ પેકનો ઉપયોગ કરો: તમારા માથા અથવા ગરદન પર આઇસ બેગ કે હિડિંટ પેડ લગાવાથી દુખાવો ઓછો થઈ શકે છે અને રાહત મળે છે.
માઇગ્રેઇનના દર્દીએ તરસને ક્યારેય અવોઇડ ન કરવી જોઇએ. જ્યાં જાય પાણીની બોટલ સાથે જ રાખવી જોઇએ. પાણી પીતા રહેવું જોઇએ કારણ કે માઇગ્રેઇનનથી બચવા માટે હાઇડ્રેઇટ રહેવું જરૂરી છે.
વધુ પડતી દવા ન લોઃ વધુ પડતી દવા લેવાથી પણ નુકસાન થઈ શકે છે. મહિનામાં 10 દિવસથી વધુ પેઇનકિલર્સ ન લો, આનાથી રીબાઉન્ડ માથાનો દુખાવો થઈ શકે છે.
માઇગ્રેઇન ટ્રિગર: માઇગ્રેઇન ટ્રિગર કરનાર ફૂડને અવોઇડ કરો. ચીજ. પ્રોસેસ્ડ ફૂડ. ચોકલેટ, આથાવાળા ફૂડને અવોઇડ કરો.