Health: બ્રેકફાસ્ટ કરવાનો યોગ્ય સમય જાણી લો નહિ તો ફાયદાના બદલે થશે નુકસાન
એવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સવારે પહેલું ભોજન એટલે કે નાસ્તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી હોવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું કહેવાય છે કે સવારનો પહેલો કોળિયો સારો અને સ્વાદિષ્ટ હોવો જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, સવારે પહેલું ભોજન સારી રીતે જમવું જોઈએ. ડોક્ટર્સથી લઈને હેલ્થ એક્સપર્ટ્સ સુધી દરેકના મતે સવારેનો નાસ્તો પોષકતત્વોથી ભરપૂર હોવા જોઇએ.
સવારે હેલ્ધી નાસ્તો કરવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જે આપને બીમારીથી બચાવે છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો કરે . એટલું જ નહીં હેલ્ધી નાસ્તો માનસિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.
સવારે ખાલી પેટને હેલ્ધી ફૂડ આપવાથી દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. સંતુલિત નાસ્તો મેટાબોલિઝમ સારું રાખે છે. જેથી વેઇટને ઓછુ કરવામાં પણ હેલ્ધી નાસ્તો મદદગાર થાય છે. સવારનો હેલ્ધી નાસ્તો સુગર લેવલને જાળવવા ઉપરાંત તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી બને છે.
જો તમે યોગ્ય સમયે નાસ્તો ન કરો તો તે તમારા સ્વાસ્થ્યને ખતરનાક નુકસાન પહોંચાડે છે. તેથી સવારનો નાસ્તો હેલ્ધી હોવો જોઈએ સાથે સમયસર પણ થવો જોઇએ.. તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. યોગ્ય સમયે નાસ્તો કરવાથી તમારી ભૂખ પહેલાની સરખામણીમાં વધી શકે છે.
તમે જેટલું મોડું નાસ્તો કરો છો, તેટલું તમારું વજન વધવાની શક્યતાઓ વધી જાય છે. તેથી, તે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય સમયે નાસ્તો કરો. જેના કારણે શરીરમાં ઘણા સારા ફેરફારો થવા લાગે છે.