આ લોકોએ ભૂલથી પણ મૂળા ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થશે નુકસાન
મૂળા એક શાકભાજી છે જેને મોટા ભાગના લોકો સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે. મૂળામાં ઘણા બધા પોષક તત્વો હોય છે અને તેને ડાઈઝેશન માટે ફાયદાકારક માનવામાં આવે છે. કાતિલ ઠંડીમાં મૂળા સૌથી વધુ ફાયદાકારક શાકભાજી માનવામાં આવે છે. જો કે કેટલાક લોકો માટે મૂળા ફાયદાને બદલે નુકસાનકારક છે. આવો તેના વિશે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં મોટા ભાગના લોકો મૂળા ખાતા હોય છે. ખાસ કરીને મૂળા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. પરંતુ અમુક લોકોએ મૂળા ન ખાવા જોઈએ.
જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે મૂળા અને તેના પત્તા ન ખાવા જોઈએ. વધારે પ્રમાણમાં મૂળા અને તેના પત્તા ખાવાથી બ્લડ પ્રેશર ખૂબ જ લો થઈ જાય છે. લો બ્લડ પ્રેશરના દર્દીને એક દિવસમાં 1 મૂળાથી વધારે ન ખાવા જોઈએ. નહીંતર તકલીફ થઈ શકે છે.
ઠંડીની સિઝનમાં વધારે મૂળા ખાવાથી આપ ડિહાઈડ્રેશનનો શિકાર થઈ શકો છો. મૂળા ખાવાથી આપના શરીરમાં ફ્લૂડની માત્રા ઓછી થઈ જાય છે અને પેશાબ વધારે આવે છે. આ ઉપરાંત ખૂબ વધારે મૂળા અથવા તેના પત્તા ખાવાથી આપનું પેટ ખરાબ થઈ શકે છે. પથરીના દર્દીઓએ પણ મૂળા ઓછા ખાવા જોઈએ. જેથી ડિહાઈડ્રેશનનો શિકાર ન થાય.
ગર્ભવતી અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓએ મૂળાનું સેવન ન કરવું જોઈએ. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે મૂળાનું સેવન કરવું સુરક્ષિત છે. ત્યારે આવા સમયે સાવધાની રાખવી જોઈએ. જો આવી મહિલાઓ મૂળા ખાય તો તેની માત્રા ખૂબ જ ઓછી હોવી જોઈએ.
પિત્તના દર્દીઓએ મૂળા ન ખાવા જોઈએ. મૂળા પિત્તના પ્રવાહને વધારે છે. જેનાથી પિત્ત નળીમાં પથરીના કારણે અચાનક દુખાવો થવાનો ખતરો વધી શકે છે. જો આપને પિત્તની પથરી છે તો સાવધાની રાખો. આ ઉપરાંત સર્જરી પહેલા મૂળાનું સેવન કરવું ન જોઈએ.