Khichdi Benefits: ગુણોનો ભંડાર છે મકરસંક્રાતિમાં બનતી ખીચડી, સેવનથી થાય છે આ 5 ગજબ ફાયદા
ખીચડીનું નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં બીમારી માટેનું ડાયટ હોવાના ખ્યાલ આવે છે. અને ખીચડીને મોટા ભાગના લોકો અવગણે છે. જો કે મકરસંક્રાંતિના દિવસે આ ખીચડીનું મહત્વ ઘણું વધી જાય છે. વાસ્તવમાં આ દિવસે દરેક ઘરમાં ખીચડી બનાવવામાં આવે છે. ચાલો જાણીએ તેના કેટલાક ફાયદાઓ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખીચડીને બીમારી દરમિયાન ખાવા માટેનો ખોરાક કહેવામાં આવે છે કારણ કે જ્યારે તમે બીમાર હોવ ત્યારે ખીચડી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓછા મસાલા હોવાને કારણે અને આખા અનાજમાંથી બનાવવામાં આવે છે, તે પચવામાં સરળ છે.
ગ્લુટેન ફ્રી ફૂડ માટે ખીચડી એ એક સરસ અને સરળ વિકલ્પ છે. તે સામાન્ય રીતે ચોખા, દાળ અને શાકભાજી સાથે રાંધવામાં આવે છે અને તેમાં ઘઉં હોતા નથી, જેથી તે ગ્લુટેન- ફ્રી હેલ્ધી વિકલ્પ છે.
ખિચડી આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ઓછા તેલ, ઘી અને મસાલા સાથે બનાવવામાં આવે છે
જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો, તો વજન ઘટાડવા માટે ખીચડી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જે મેટાબોલિઝમ સુધારે છે અને ક્રેવિગ પણ ઘટાડે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમે કોઈપણ ખચકાટ વિના તમારા આહારમાં ખીચડીનો સમાવેશ કરી શકો છો. તેના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે, ખીચડી એ ડાયાબિટીસથી પીડિત લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
દાળ, ભાત અને શાકભાજીમાંથી બનેલી ખીચડી પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેથી તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થાય છે.
ખીચડી એક સંતુલિત ભોજન છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ડાયેટરી ફાઈબર, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.