Dates Benefits: દૂધની સાથે ખજૂર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણીને ચોંકી જશો
Dates Benefits: શિયાળામાં ખજૂર ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ખજૂરને દૂધ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદૂધ અને ખજૂરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દૂધ અને ખજૂરનું સાથે સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત બને છે.
સવારનાં સમયે દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શારીરિક દુર્બળતા દૂર થાય છે. ખજૂરમાં રહેલા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ શરીરને એનર્જી આપે છે અને સ્ટેમિના જાળવી રાખે છે.
ખજૂર અને દૂધ બંનેમાં આયર્ન હોય છે, જેના નિયમિત સેવનથી લોહીમાં આયર્નની ઉણપ દૂર થાય છે. દૂધ અને ખજૂરનું સેવન કરવાથી શરીર અને ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે. જેનાથી ચહેરા પર ચમક આવે છે.
ખજૂર અને દૂધમાં ફાઈબર હોય છે. તેનાથી વ્યક્તિની પાચન શક્તિ વધે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. ઉંમરલાયક વ્યક્તિ માટે પણ આ મિશ્રણ કબજિયાતમાંથી રાહત અપાવે છે.
ખજૂરવાળા દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. જેને જોતાં મહિલાઓએ દૂધ-ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)