આ વસ્તુઓનું સેવન દહીં સાથે ક્યારેય ન કરો, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
આ વસ્તુઓનું સેવન દહીં સાથે ક્યારેય ન કરો, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
પ્રતિકાત્મક તસવીર
1/6
આપણા સ્વાસ્થ્ય માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ દહીંનું સેવન કરવું જોઈએ. પરંતુ ઘણા એવા ફૂડ્સ છે જેની સાથે ક્યારેય દહીંનું સેવન ન કરો. કારણે આ વસ્તુઓ દહીંની સાથે ખાવાથી મુશ્કેલી થઈ શકે છે.
2/6
દહીં સાથે અમૂક પ્રકારના ફૂડ્સ ખાવામાં આવે તો પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
3/6
દહીં અને માછલીનું એકસાથે સેવન ક્યારેય ન કરવું જોઈએ. આયુર્વેદ અનુસાર દહીંની સાથે અન્ય વસ્તુઓ મિશ્ર કરીને પણ તેનું સેવન ના કરવું જોઈએ.
4/6
દહીં અને માછલી વિરુદ્ધ આહાર છે. દહીં અને માછલીમાં અલગ-અલગ પ્રકારના પ્રોટીન હોય છે. આ પ્રોટીનનું એકસાથે સેવન કરવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે. એસિડિટી અને ગેસની સમસ્યા થાય છે.
5/6
દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે, પેટ ફૂલવા લાગે છે અને ગેસ થાય છે. કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે. દહીં કેરી સાથે લેવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
6/6
ડુંગળી અને દહીં સાથે ના ખાવા જોઈએ. ડુંગળીની તાસીર ગરમ હોય છે અને દહીંની તાસીર ઠંડી હોય છે. ડુંગળી અને દહીંનું એકસાથે સેવન કરવાથી એલર્જી, ખરજવું અને ફોલ્લીઓ થઈ શકે છે.
Published at : 26 Feb 2025 08:08 PM (IST)