Health Benefit : માત્ર સ્વાસ્થ્ય જ નહિ, સૌદર્ય માટે પણ વરદાન છે આ ફળ,સેવનથી થશે આ 6 અદભૂત ફાયદા
બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે દાડમ હૃદયની બીમારીઓ અને કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાડમમાં વૃદ્ધત્વના લક્ષણો ઘટાડવાનો વિશેષ ગુણ છે. દાડમનો રસ પીવાથી ચહેરા પર ચમક આવે છે. દાડમના દાણા રસથી ભરપૂર હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ એક એવું ફળ છે જેના બીજ અને છાલમાં પણ અનેક ગુણો છે.
વજન ઘટાડવાની સાથે તે કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે. તે ડાયટિંગ દરમિયાન આવતી નબળાઈને દૂર કરીને એનર્જી પ્રદાન કરે છે.
દાણાને ખાવાને બદલે તેનો રસ પીવો. તે રક્તવાહિનીઓ સુધી પહોંચીને ત્વરિત ઉર્જા આપે છે.
તમે સવારે ખાલી પેટે જ્યુસ અથવા ગ્રાન્યુલ્સ લઈ શકો છો. જમવાના એક કલાક પહેલા કે પછી તેને લો. આ સમય બેસ્ટ છે.
એક દાડમ 234 કેલરી ઉર્જા મળે છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની સાથે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન B અને C ભરપૂર માત્રામાં હોય છે.