Acidity Remedies: ફેસ્ટિવલ સિઝનમાં ઓવરઇટિંગથી એસિડિટીની થઇ શકે છે સમસ્યા, આ સરળ ઉપાયથી નિવારો
તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. કરવા ચોથ બાદ હવે લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે, આ સમયગાળા દરમિયાન લોકોને વધુ પડતું ખાવાના કારણે એસિડિટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે આ સરળ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીનો તહેવાર રોશની,આતિશબાજી સાથે ખાવાપીવાની મોજ માટે પણ જાણીતો છે. જો કે, તહેવારની ધમાલને કારણે, આપણે તહેવારોની સીઝનમાં ઘણી વાર વધુ પડતું ખાઈ લઈએ છીએ, જેના કારણે પાચનની ઘણી સમસ્યાઓ આપણને પરેશાન કરવા લાગે છે.
પેટનું ફૂલવું અને એસિડિટી આ સમસ્યાઓમાંથી એક છે. જો તમે પણ તહેવારોની સિઝનમાં અવારનવાર એસિડિટી વગેરેનો શિકાર બનતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. આ સરળ ઉપાયોની મદદથી તમે એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
હીંગ ફાયદાકારક રહેશે-હીંગ તેના અનેક ગુણો માટે જાણીતી છે. તેમાં એવા ગુણો છે જે અપચોથી રાહત આપે છે, જે તમને તહેવારોની સિઝનમાં કોઈપણ સંકોચ વિના ખાવામાં મદદ કરશે. પાચન સંબંધી સમસ્યાઓમાં તેનો ઉપયોગ કરવા માટે સૂકી હિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. હવે સમસ્યા હોય તો તેને હુંફાળા પાણીમાં ભેળવીને ખાઓ. આ ઉપાયથી તમને થોડા સમયમાં ગેસની સમસ્યામાંથી રાહત મળશે.
વરિયાળી પણ મદદરૂપ થશે-જો તમે વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે તેના માટે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો. હવે સવારે ઉઠીને તેને પીસી લો અને પછી ખાઓ. આમ કરવાથી તમને થોડા સમયમાં પેટની બળતરાથી રાહત મળશે.
અજમા એ રામબાણ ઉપાય છે-જો તમને તહેવારોની સિઝનમાં વધારે ખાવાના કારણે એસિડિટીની સમસ્યા થઈ હોય તો અજમા કોઈ રામબાણ ઈલાજથી કમ નથી. પાચન સંબંધી દરેક સમસ્યા માટે આ એક પરફેક્ટ ઈલાજ છે. તેનો ઉપયોગ કરવા માટે, મરી અને અજમા એકસાથે મિક્સ કરો અને તેને નવશેકા પાણી સાથે ખાઓ. થોડા સમયમાં તમને એસિડિટીથી રાહત મળશે.
સૂંઠ પણ ફાયદાકારક છે- આદુ અથવા સૂંઠ પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે વધુ પડતું ખાવાના કારણે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો તમે સૂકા આદુનો ઉપયોગ કરી શકો છો. તેના માટે અડધી ચમચી સૂકું આદુ એટલે કે સૂંઠ લો અને તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો, ઉપાયની મદદથી તમે થોડી જ વારમાં ગેસથી રાહત અનુભવશો.