Paneer: ફેક્ટરીમાં કેવી રીતે બને છે પનીર, જાણો કયા કેમિકલનો થાય છે ઉપયોગ?
મોટાભાગના લોકો પનીર ખાવાના શોખીન હોય છે. વેજ ખાનારા લોકો મોટાભાગે ઘરે, પાર્ટીઓ અને રેસ્ટોરન્ટમાં પનીર જ ઓર્ડર કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ફેક્ટરીમાં ચીઝ કેવી રીતે બને છે?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ શું તમે જાણો છો કે તમે રેસ્ટોરન્ટ્સ અને ઘરોમાં જે પનીર ખાવ છો તે પનીર ક્યાં તૈયાર થાય છે? શું પનીર બનાવતી વખતે કોઇ કેમિકલનો ઉપયોગ થાય છે?
ફેક્ટરીમાં પનીર બનાવવા માટે સૌથી પહેલા દૂધમાંથી પનીર બનાવવાની પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. આ પછી પનીરના ટુકડાને એક બોક્સમાં પ્રેસ કરવામાં આવે છે.
વાસ્તવમા પનીરને પ્રેસ કરવાથી તેમાં રહેલું વધારાનું પાણી બહાર નીકળી જાય છે. સાથે જ પનીરને પણ આકાર મળે છે. આ પછી તેને પાણીમાં નાખીને ઠંડુ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને અલગ અલગ સાઈઝમાં કાપવામાં આવે છે.
આ પછી કંપની તેને અલગ-અલગ વજન પ્રમાણે પેકિંગ માટે મોકલે છે. પનીરને પેક કર્યા બાદ તેને બજારમાં વેચવા માટે મોકલવામાં આવે છે.
આ સિવાય કેટલાક લોકો ગેરકાયદેસર રીતે દૂધને દહીં બનાવવા માટે એસિટિક એસિડનો ઉપયોગ કરે છે. નિષ્ણાતોના મતે દૂધની પ્રક્રિયામાં આ કેમિકલનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. સરકારે આ કેમિકલ પર પ્રતિબંધ મૂક્યો છે.