Health: પપૈયું સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર પણ આ લોકોએ ભૂલચૂકે પણ ન ખાવું નહિ તો થશે નુકસાન
Papaya Health Risk: અન્ય ફળોની જેમ પપૈયું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ સારી માત્રામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપપૈયામાં એન્ટીઓક્સીડેન્ટની સાથે ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. આ જ કારણ છે કે તેને ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ કેટલાક લોકોએ હંમેશા તેનું સેવન કરવાથી બચવું જોઈએ. કેટલીક શારીરિક સમસ્યાઓ અને રોગોમાં તેને બિલકુલ ન ખાવું જોઈએ. નહિતો તે મુસીબતનું કારણ બની શકે છે.
તમે આ ઘણી વાર સાંભળ્યું હશે કે, ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તેને આવું કેમ કહેવામાં આવે છે? વાસ્તવમાં, ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ખાવાથી ગર્ભપાત અને કસુવાવડનું જોખમ રહે છે. આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓને હંમેશા આ ફળથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે.
માત્ર સગર્ભા સ્ત્રીઓ જ નહીં, ડાયેરિયા, લૂઝ મોશન અને પેટના ઈન્ફેક્શનથી પીડિત લોકોએ પણ તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તેમનું સ્વાસ્થ્ય વધુ બગડી શકે છે.
પપૈયું ખાવું પણ કેટલાક લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમને વારંવાર કબજિયાત અથવા પેટ સંબંધિત સમસ્યા રહેતી હોય તો તમારે આ ફળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. કારણ કે પપૈયામાં આવા પોષક તત્વો હોય છે, જે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે.
જો ઉપરોક્ત કોઇ સમસ્યા ન હોય તો પપૈયાનું ખાલી પેટ સેવન કરવાથી વેઇટ લોસની સાથે તે ત્વચાનો પણ રંગ નિખારે છે