Health Tips:આ લોકોએ ન ખાવા જોઇએ આંબળા, જાણો આંબળાના સેવનથી સ્વાસ્થ્યને શું થાય છે નુકસાન
શિયાળામાં રસદાર આંબળાનું સેવન કરવાના અનેક ફાયદા છે. નિષ્ણાત શિયાળામાં આંબળા ખાવાની સલાહ આપે છે. જો કે દરેક માટે આંબળા હિતકારી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોષણથી ભરપૂર આંબળા કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જાણીએ કઇ સમસ્યાથી પીડિત લોકોએ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાનો રસ મળને સખ્ત કરે છે. તેથી કબ્જની સમસ્યા ધરાવતા લોકોએ આંબળાનું વધુ સેવન ન કરવું જોઇએ.
હાઇપર એસિડીટિથી પીડિત લોકો જો આંબળા ખાય તો આ સમસ્યા વધી શકે છે. ખાસ કરીને આવી વ્યક્તિએ ખાલી પેટ આંબળાનું સેવન ટાળવું જોઇએ.
જે લોકોએ સર્જરી કરાવી છે અથવા તો કરાવવાની હોય તેમણે આંબળાનું સેવન ન કરવું જોઇએ. આંબળાના સેવનથી બ્લિડિંગનો ખતરો વધી શકે છે.
જે લોકો બ્લડ શુગરના દર્દીઓ હોય તેમણે ક્યારેય આંબળા ન લેવા જે લોકો એન્ટી ડાયાબિટીશની દવા લેતા હોય તેના માટે આંબળાનુ સેવન કરવું હિતાવહ નથી.
આંબળા અનેક ગુણોથી ભરપુર છે. વધુ આંબળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યા થઇ શકે છે.ડાયરિયા અને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે.