Health Tips : બટાટા સ્વાસ્થ્ય માટે સારા, ખાવાથી વધે છે વજન ? શું સલાહ આપે છે એક્સપર્ટ
બટાટા સૌથી વધુ લોકપ્રિય છે. શાકભાજીમાં દરેક શાકની સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના ઘરોમાં બટાટા હોય છે. જે દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી જશે. પરંતુ શું બટાટા સ્વાસ્થ્ય માટે ખરેખર હેલ્ધી છે અને તેને રોજ ખાવાથી શું થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબટાટામાં અન્ય શાકભાજી કરતાં વધુ કાર્બોહાઈડ્રેટ અને કેલરી હોય છે. જો કે, તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6, મેંગેનીઝ અને એન્ટીઑકિસડન્ટ જેવા આવશ્યક પોષક તત્વો પણ હાજર છે.
બટાટાની ગણતરી શાકભાજીમાં થાય છે, પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાયસેમિકનું પ્રમાણ વધુ હોય છે. આનો સીધો અર્થ એ છે કે વધુ ખાવાથી બ્લડ સુગર વધી શકે છે.
હેલ્થ એક્સપર્ટ મુજબ બટાટા હેલ્ધી અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, આયરન, વિટામિનસી અને વિટામિન બી6 સહિત અનેક પૌષક તત્વો હોય છે.
રોજ એક બટેટા ખાવાથી ઘણા ફાયદા થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે તે બ્લડપ્રેશરને ઓછું રાખે છે. શરત એ છે કે તમે તેને સાદી રીતે રાંધીને ખાઓ. બટાટામાં હાજર ફાઈબર અને પોટેશિયમ હૃદય માટે સારું છે.
દરેક વ્યક્તિ માને છે કે, બટાટા ખાવાથી વજન વધે છે પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. વાસ્તવમાં બટાકા સાથે બનેલી તળેલી ચિપ્સ, ફ્રાઈસ વગેરે ખાવાથી વજન વધે છે.
(તમામ તસવીરો સોશિયલ મીડિયા )