Pregnancy Problem: શું તમે પણ માતાપિતા બનવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો? તો આ દવા તમારા માટે બની શકે છે વરદાન
આ દવા એવા દંપતીઓ માટે જ ફાયદાકારક રહેશે જેઓ IVF ટ્રીટમેન્ટ દ્વારા ગર્ભાવસ્થાની યોજના બનાવી રહ્યા છે. આ દવાનું નામ OXO-001 છે, જેની પ્રારંભિક ટ્રાયલ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દવા બનાવનાર કંપનીનો દાવો છે કે આ ટેબલેટથી સકારાત્મક પરિણામ મળવાની ગેરંટી ઘણી વધારે છે.
વૈજ્ઞાનિકોના મતે, પ્રજનનક્ષમતા સારવાર દરમિયાન, આ દવા ગર્ભના પ્રત્યારોપણની પ્રક્રિયામાં સુધારો કરે છે અને ગર્ભાશયની આંતરિક લાઈનિંગ પર સીધી રીતે કામ કરે છે.
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર 2021 થી જાન્યુઆરી 2023 સુધી આ દવાનું ટ્રાયલ 40 વર્ષ કે તેથી ઓછી ઉંમરની 96 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. આ તમામ મહિલાઓ યુરોપના 28 અલગ-અલગ કેન્દ્રો પર IVF ફર્ટિલિટી ટ્રીટમેન્ટ લઈ રહી હતી.
મળતી માહિતી મુજબ, આ તમામ મહિલાઓને બે વખત પ્લેસબો અથવા OXO-001 દવા આપવામાં આવી હતી. દવા આપવાની શરુઆત માસિક ચક્ર દરમિયાન ગર્ભ પ્રત્યારોપણ પહેલાં કરવામાં આવી અને પાંચ અઠવાડિયા પછી ફરીથી દવા આપવામાં આવી હતી.
જ્યારે સંશોધકોએ ગર્ભના પ્રત્યારોપણના 10 અઠવાડિયા પછી તપાસ કરી, ત્યારે પ્લાસબો દવા લેતી સ્ત્રીઓનો ઓનગોઈંગ ગર્ભાવસ્થા દર 35.7 ટકા હતો, જ્યારે OXO-001 દવા લેતી સ્ત્રીઓનો ઓનગોઈંગ ગર્ભાવસ્થા દર 46.3 ટકા જોવા મળ્યો હતો.