Air Conditioner: શું તમે પણ વધુ સમય સુધી ACમાં બેસો છો? તો થઇ શકે છે આ સમસ્યા
આજકાલ AC નો ઉપયોગ વધી ગયો છે. શહેર અને ગામડામાં દરેક જગ્યાએ તેની માંગ વધી છે પરંતુ શું તમે જાણો છો કે એર કંડિશનરની હવા તમને બીમાર કરી દે છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધુ વધશે તેમ કહેવાય છે. આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે અલગ-અલગ રીત અપનાવે છે. કોઈ પંખો ચલાવે છે તો કોઈ કુલર ચલાવે છે.પણ આજકાલ AC નો ઉપયોગ પણ ઘણો વધી ગયો છે.
જો તમે પણ ગરમીથી બચવા માટે તમારો મોટાભાગનો સમય ACમાં વિતાવતા હોવ તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેની ઘણી આડ અસરો છે. તે તમને બીમાર કરી શકે છે.
એક હેલ્થ વેબસાઈટ અનુસાર, જો તમે ACમાં વધુ સમય વિતાવતા હોવ તો 'સિક બિલ્ડીંગ સિન્ડ્રોમ' વધવાનું જોખમ રહેલું છે. જેના કારણે માથાનો દુખાવો, સૂકી ઉધરસ, થાક, ચક્કર, ઉબકા, કોઈપણ કામમાં એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ધ્યાન રાખો કે બપોરે અને સાંજે AC નો ઉપયોગ સંપૂર્ણપણે ઓછો કરી દેવો જોઈએ.
લાંબો સમય એસીમાં રહેવાને કારણે શરીરનો ભેજ જતો રહે છે. ચામડીના બાહ્ય પડમાં પાણી ઓછું થઇ જાય છે. જેના કારણે સ્કિન પર તિરાડ પડવા લાગે છે અને શુષ્ક થઈ જાય છે.
લાંબા સમય સુધી ACમાં રહેવાના કારણે ચામડી સંકોચાઈ જાય છે. કરચલીઓ દેખાવા લાગે છે. વૃદ્ધત્વ પણ ઝડપથી આવે છે. AC ની ઠંડી હવા શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા પેદા કરી શકે છે.
એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ એલર્જી અને અસ્થમાનું જોખમ વધારે છે. ACની હવાથી આંખો અને ચામડીમાં ખંજવાળ આવી શકે છે. તેથી લાંબા સમય સુધી ACમાં ન રહેવું જોઈએ