Diabetes Fruits: ડાયાબિટીસના દર્દીઓએ રોજ સવારે ઉઠીને ખાવા જોઈએ આ 5 ફળ, કંટ્રોલ થશે બ્લડ શુગર
ડાયાબિટીસ એક એવો રોગ છે જેમાં દર્દીએ બધું સમજી વિચારીને ખાવું પડે છે. તેઓને ઘણી વસ્તુઓ ખાવાનુ મન થાય છે પરંતુ શરીર પર તેની નકારાત્મક અસરોને કારણે તેમને તેનાથી દૂર રહેવું પડે છે. એવું કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ મીઠાઈઓ અને ખાસ કરીને અત્યંત મીઠા ફળોથી દૂર રહેવું જોઈએ અને તેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ એવું નથી કે તે બધા મીઠા ફળોનું સેવન કરી શકતા નથી. જો ડાયાબિટીસના દર્દીઓ આ ફળો ઓછી માત્રામાં લે તો તેમને કોઈ નુકસાન થતું નથી. અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આજે આ લેખમાં અમે તમને આવા ચાર લાલ ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તેનું સેવન કરવાથી તેઓ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સ્વાદમાં મીઠુ હોય છે. પરંતુ આ ફળમાં નેચરલ શુગર હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતું નથી. જો ડાયાબિટીસના દર્દીઓ રોજ અડધું સફરજન ખાય તો તેમને તેનો ફાયદો મળે છે અને તેમનું બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. સફરજનમાં પોલિફીનોલ્સ પણ હોય છે, જે સ્વાદુપિંડને ઇન્સ્યુલિન રિલીઝ કરવા માટે સ્ટિમ્યૂલેટ કરે છે અને કોષોને શુગર લેવામાં મદદ કરે છે.
ચેરી ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચેરીમાં કુદરતી એન્ટીઑકિસડન્ટો મળી આવે છે જે શરીરમાં બળતરાને અટકાવે છે. તેનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેનું સેવન ડાયાબિટીસને કારણે મીઠાઈ ખાવાથી થતા નુકસાનને પણ અટકાવે છે.
ઉનાળાની ઋતુમાં પીચ(Peach)નું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સફરજન જેવુ દેખાતુ આ ફળ ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં જોવા મળતી નેચરલ શુગર ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરતી નથી પરંતુ શરત એ છે કે તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે. પીચમાં પૂરતી માત્રામાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ મળી આવે છે, જેનું યોગ્ય સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય છે અને તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
મોટાભાગના લોકોને સ્ટ્રોબેરી ખાવાનું પસંદ હોય છે. પરંતુ તે ખાવામાં એકદમ મીઠી હોય છે. કોઈ કારણોસર ડાયાબિટીસના દર્દીઓને લાગે છે કે તેનું સેવન કરવાથી તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને બ્લડ શુગરનું સ્તર વધે છે ? પરંતુ સ્ટ્રોબેરીમાં કુદરતી રીતે એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કેટલાક લોકોને આલુ(Plum ) ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. આ લેખમાં અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આલુમાં ઘણા પ્રકારના ખાસ તત્વો જોવા મળે છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં ઘણી મદદ કરી શકે છે.