Remedy for constipation:કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે આ 6 ઘરેલુ સરળ ઉપાયને અપનાવી જુઓ, મળશે મદદ
કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. અઠવાડીયામાં ત્રણ વખતથી ઓછી વખત મળ ત્યાગ કરવું તેને કબજિયાત તરીકે જોવામાં આવે છે. કેટલાક ઘરેલું ઉપચારથી આપ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહરિતકી અને એરંડાનું તેલ- હરિતાકી, જેને ટર્મિનાલિયા ચેબુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. એરંડાનું તેલ ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને વાતને સંતુલિત કરવામાં મદદ કરે છે. તે પેટ ફુલવાની સમસ્યામાં પણ કરાગર છે.
કાળી કિસમિસ- તેમાં વાતને ઘટાડવામાં મદદ કરે છે. જે ગેસ, પેટનું ફૂલવું અને પાચનમાં મદદ કરે છે. તેની અસરથી એસિડિટી પણ ઓછી થઇ જાય છે. પિત્તને પણ ઘટાડે છે. દરરોજ 20 કાળી કિસમિસને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તે પાણી સાથે ચાવીને ખાઓ.
ઇસુબગુલ પણ કબજિયાતની સમસ્યામાં કારગર છે. આ માટે આપ રાત્રે દૂધ અથવા પાણીમાં રાત્રે ઇસુબગુલ પલાળી દો અને સવારે ખાલી પેટ તેને પી જાઓ.
સવારે ઉઠ્યા બાદ લીંબુના રસમાં મરી મિક્સ કરીને પીઓ તેનાથી પેટ સરળતાથી સાફ થઇ જશે અને કબજિયાતની સમસ્યા નહીં રહે.
સવારે ખાલી પેટ કાજુ અને મુનક્કા ખાવાથી પણ પેટ સરળતાથી સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
મધ પણ કબજિયાતની સમસ્યામાં કારગર છે. સવારે હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.