Reverse Walking Benefits: રોજ 15 મિનિટ ઉંધું ચાલશો તો થશે ડબલ ફાયદા, જાણો રિવર્સ વોકિંગ કરાની યોગ્ય રીત
રિવર્સ વૉકિંગના ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણે બધા જાણીએ છીએ કે રોજ ચાલવાથી આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે, પરંતુ શું તમને ક્યારેય કોઈએ કહ્યું છે કે માત્ર સીધું ચાલવાથી જ નહીં પણ ઊંધું ચાલવાથી પણ આપણા સ્વાસ્થ્યને બેવડા ફાયદા થઈ શકે છે?
પાછળની તરફ ચાલવું, જેને રિવર્સ વૉકિંગ કહેવામાં આવે છે, તે આપણને ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે તમારે કેવી રીતે રિવર્સ વૉકિંગ કરવું જોઈએ અને તેના શું ફાયદા છે.
રિવર્સ વૉકિંગ એટલે ઊંધું ચાલવું, નિષ્ણાતોના મતે સાદું વૉકિંગ કરતાં રિવર્સ વૉકિંગ વધુ ફાયદાકારક છે. જો તમે દરરોજ માત્ર 15 મિનિટ રિવર્સ વૉકિંગ કરશો તો તમારા શરીરમાં ઘણા ફેરફારો દેખાવા લાગશે.
રિવર્સ વૉકિંગ ફક્ત તમારું સંતુલન જ સુધારતું નથી, પરંતુ તે મગજની તંદુરસ્તી પણ સુધારે છે, કારણ કે ઊંધું ચાલતી વખતે, મગજને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે અને તેનાથી જ્ઞાનાત્મક શક્તિ વધે છે.
image 6હવે તમે વિચારતા હશો કે રિવર્સ વૉકિંગના ફાયદા શું છે, તો ચાલો તમને જણાવીએ કે રિવર્સ વૉકિંગનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી તમારી એકાગ્રતા વધે છે અને તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
એટલું જ નહીં, નિષ્ણાતોનું માનવું છે કે જો તમે દરરોજ 15 મિનિટ રિવર્સ વૉકિંગ કરો છો, તો ચિંતા અને તણાવની સમસ્યાથી પણ બચી શકાય છે.
જો શારીરિક રીતે જોવામાં આવે તો, રિવર્સ વૉકિંગ ઘૂંટણના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. ઘૂંટણની નસો સક્રિય બને છે, જે સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, જો તમને પગને લગતી સમસ્યાઓ છે અને પગના સ્નાયુઓને મજબૂત કરવા માંગો છો, તો 15 મિનિટ માટે રિવર્સ વૉકિંગ કરવાનું શરૂ કરો.