હાડ થીજવતી ઠંડી દરમિયાન વધે છે હાર્ટ એટેકનો ખતરો, જાણો કઈ રીતે કરશો બચાવ
કડકડતી ઠંડીમાં હાર્ટ એટેકેનો ખતરો વધી જાય છે. આ સમય દરમિયાન કેટલીક સાવચેતી રાખવી જરુરી છે.
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
હૃદયને સ્વસ્થ રાખવું શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે હૃદયને લોહી અને ઓક્સિજનનો પુરવઠો મળતો બંધ થઈ જાય છે અથવા ઘટે છે, ત્યારે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
2/6
શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. તેનું કારણ પણ ઠંડુ હવામાન અને વધતું પ્રદૂષણ છે. આ સિવાય શિયાળામાં એવા ઘણા કારણો છે જે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. તબીબ પાસેથી જાણો ઠંડીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો ?
3/6
ઠંડીમાં રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને તણાવ વધે છે. આ સિવાય શિયાળામાં ફ્લૂ જેવા શ્વસન સંક્રમણમાં પણ વધારો થાય છે, જેના કારણે રક્તવાહિનીઓમાં સોજો આવી શકે છે. તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
4/6
શિયાળામાં લોકો ઓછી શારીરિક પ્રવૃત્તિ કરે છે. પ્રદૂષણ અને ઠંડીના કારણે પ્રવાસ ઓછો થાય છે. શિયાળામાં લોકો વધુ કેલરીવાળો ખોરાક અને વધુ તળેલા ખોરાક ખાવા લાગે છે. આ સિવાય સૂર્યપ્રકાશની અછતને કારણે શરીરમાં વિટામિન ડીની કમી થવા લાગે છે. આ તમામ પરિબળો એકસાથે શરીર અને હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
5/6
આ તમામ પરિબળો એકસાથે શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ સિઝન ખાસ કરીને એવા લોકો માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે જેઓ પહેલાથી જ કોઈ બીમારી અથવા હૃદય સંબંધિત સમસ્યાઓથી પીડિત છે.
Continues below advertisement
6/6
જો તમે હૃદય રોગથી બચવા માંગતા હોવ તો દરરોજ 30 થી 45 મિનિટ સુધી થોડી કસરત કરો. જો તમે પ્રદૂષણને કારણે બહાર જઈ શકતા નથી, તો ઘરે અથવા જીમમાં વર્કઆઉટ કરો.
Published at : 10 Oct 2025 04:43 PM (IST)