શું દરરોજ સ્નાન કરવાથી ખરાબ થઇ જાય છે તમારી સ્કિન? નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો

દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે.સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
દરરોજ સ્નાન કરવાથી ત્વચા તેની નેચરલ ભેજ ગુમાવી શકે છે. ત્વચામાં ભેજ જાળવી રાખવા માટે આપણા શરીરમાં એક પ્રાકૃતિક તેલ હોય છે જે વધુ પડતા ન્હાવાથી ધોવાઈ જાય છે. સ્નાન એ આપણા બધાના રોજિંદા જીવનનો એક ભાગ છે. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો સવારે વહેલા સ્નાન કર્યા પછી તાજગી અનુભવે છે તો કેટલાક રાત્રે સ્નાન કરીને પછી સૂઈ જાય છે, પણ શું તમારે દરરોજ સ્નાન કરવું જોઈએ?
2/7
નોટિંઘમ યુનિવર્સિટીમાં મેડિકલ સ્કિન એક્સપર્ટ ડૉ. રોઝલિન્ડ સિમ્પસને ધ ગાર્ડિયન સાથેની વાતચીતમાં આ વિશે વાત કરી હતી. તેમણે તેમના એક અભ્યાસ વિશે પણ માહિતી આપી હતી જેમાં દરરોજ સ્નાન કરવાના ગેરફાયદા સમજાવ્યા છે.
3/7
ડૉ. સિમ્પ્સને કહ્યું કે પહેલાં દરરોજ સ્નાન કરવું એ એક સમસ્યા માનવામાં આવતી હતી. એવું કહેવામાં આવતું હતું કે વારંવાર સ્નાન કરવાથી ત્વચાનું નેચરલ બેલેન્સ બગડી શકે છે, જેનાથી તેને રક્ષણ પુરુ પાડનારા જરૂરી ઓઇલ અને લાભકારી બેક્ટેરિયા દૂર થઈ શકે છે.
4/7
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર નહાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જન અંદર પ્રવેશી શકે છે અને ચેપ, ખરજવું અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
5/7
એવું પણ કહેવામાં આવ્યું હતું કે વારંવાર ન્હાવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે, જેના કારણે તિરાડો પડી શકે છે. આનાથી હાનિકારક બેક્ટેરિયા અને એલર્જી અંદર પ્રવેશી શકે છે અને ઇન્ફેક્શન, એક્ઝિમા અને સૉરાયિસસનું કારણ બની શકે છે.
6/7
ડૉ. સિમ્પસન કહે છે કે તમે જેટલા લાંબા સમય સુધી પાણીમાં રહેશો, તમારી ત્વચા એટલી જ સૂકી થઈ જશે પછી ભલે તમે કેટલી વાર સ્નાન કરો. થોડા સમય માટે અને ઠંડા પાણીમાં સ્નાન કરવું વધુ સારું છે. વધુમાં તેઓએ મેથિલિસોથિયાઝોલિનોન, મિથાઈલક્લોરોઈસોથિયાઝોલિનોન, સલ્ફેટ્સ અને પેરાબેન્સ જેવા ઘટકોની પણ યાદી આપી, જે ઝેરી છે અને લોકોમાં બળતરા પેદા કરી શકે છે. આનાથી બચવા માટે તેમણે ધોવા માટે સાબુને બદલે ઈમોલિએન્ટ ક્રીમનો ઉપયોગ કરવાની ભલામણ કરી.
7/7
ડૉ. સિમ્પસન અને તેમની ટીમે 438 એક્ઝિમાના દર્દીઓ પર આ અભ્યાસ હાથ ધર્યો. તેમણે ધ ગાર્ડિયનને જણાવ્યું કે અભ્યાસમાં સહભાગીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. એક જે દરરોજ સ્નાન કરતા હતા અને બીજા જે અઠવાડિયામાં કોઇવાર જ સ્નાન કરતા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે બંને જૂથોમાં ત્વચાની શુષ્કતા અથવા ખરજવુંના લક્ષણોમાં કોઈ ખાસ તફાવત નહોતો. અભ્યાસમાં જણાવાયું છે કે દરરોજ સ્નાન કરવાથી ત્વચાની શુષ્કતાનો કોઈ સંબંધ નથી તે ફક્ત એક્ઝિમા હોય તેવા લોકો માટે જ સારું નથી.
Sponsored Links by Taboola