Turmeric health risks: હળદરવાળું દૂધ શરીરમાં સર્જી શકે છે કેટલીક મુશ્કેલી, જાણો કેવી રીતે
હળદરના સેવનથી અનેક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને ઇન્ફેકશનથી બચવા માટે અને રોગપ્રતિકાર શક્તિને બૂસ્ટ કરવા માટે હળદરવાળા દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે વસ્તુની ઇફેક્ટ છે તેની સાઇડ ઇફેક્ટ પણ છે, અતિરેક હંમેશા નુકસાન નોતરે છે. હળદરનું પણ વધુ સેવન કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારી હોય કે ચેપને દૂર રાખવો હોય આ માટે હળદરનું સેવન ફાયદાકારક છે. પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તમને સમસ્યા પણ થઈ શકે છે.
જો કે હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન ફાયદાકારક છે, પરંતુ તેની વધુ માત્રા કિડનીના દર્દીને પરેશાન કરી શકે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે હળદર પથરી બનાવવાનું કામ કરે છે. જો તમે વધુ પડતી હળદર ખાતા હોવ તો પથરીની સમસ્યા વધુ ગંભીર બની જાય છે.
હળદર લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયાને ધીમી કરે છે. એટલા માટે જે લોકોને નાકમાંથી અચાનક કે સતત લોહી આવવાની સમસ્યા હોય તેમણે હળદરનું સેવન ન કરવું જોઈએ.
હળદરને ડાયાબિટીસની સમસ્યામાં ફાયદાકારક કહેવાય છે. પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી લોહી વધુ પાતળું થવાની સમસ્યા વધી શકે છે.