છીંક રોકવી બની શકે છે ખતરનાક ? તમે પણ આવું કરતાં હોય તો જાણી લો આની પાછળનું સાયન્સ, પછી......
Stop Sneezing Dangerous: આજકાલ બિમારી અને જુદાજુદા રોગો ખુબ જ ઝડપથી વધી રહ્યાં છે, હેલ્થી લોકો પણ આના સકંજામાં આવી રહ્યાં છે. આમાં છીંક પણ સામેલ છે. જ્યારે લોકો છીંકે છે, ત્યારે તેઓ ઘણીવાર હાથની મદદથી તેને રોકે છે. આવું કરવું જીવલેણ પણ બની શકે છે. ચાલો સમજીએ કે આ કેમ ના કરવું જોઈએ. જાણો તેની પાછળનું શું છે સાયન્સ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછીંક બંધ કરવી જીવલેણ બની શકે છે. જ્યારે આપણે છીંકીએ છીએ, ત્યારે હવા આપણા નસકોરામાંથી ઝડપથી પસાર થાય છે. જો તમે એક ક્ષણ માટે પણ છીંકને રોકો છો, તો તેનું તમામ દબાણ અન્ય અંગો તરફ વાળવામાં આવે છે.
છીંક આવવાના કેટલાય બધા કારણો હોઈ શકે છે. જેમ કે ધૂળ, માટી, મસાલેદાર ખોરાક, શરદી, એલર્જી, શરીરના તાપમાનમાં ફેરફાર. નાક છીંકની મદદથી શરીરને સાફ કરે છે.
આ એક પ્રકારની એલર્જી છે, જેમાં માનવ શરીર નાનામાં નાના વાયુ પ્રદૂષણ, કણો અને ફૂગ માટે પણ અત્યંત સંવેદનશીલ હોય છે.
સાયન્સ જર્નલ BMJ કેસના રિપોર્ટમાં ડૉક્ટરોએ કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ છીંકને રોકવાનો પ્રયાસ કરે છે તો તેનાથી તેના કાનને નુકસાન થઈ શકે છે.
મગજની નસો ફાટી જવાની શક્યતાઓ પણ વધી જાય છે. ઇએનટી (કાન, નાક અને ગળું) વિભાગના ડોકટરો કહે છે, નાક અને મોં બંધ કરીને છીંક આવવી એ ખતરનાક બની શકે છે અને તેનાથી બચવું જોઈએ.