Summer Health: હિટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા ડાયટમા સામેલ કરો આ વસ્તુઓ
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ ના રહે અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 45ને પાર કરી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું એક મોટો પડકાર બની ગયો છે. આવી સ્થિતિમાં સૌથી ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે અને દરેક વ્યક્તિ ડિહાઇડ્રેશનનો શિકાર બની રહી છે.
આ ઉનાળાની ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જરૂરી છે જેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપ રહે નહી અને તમારા શરીરને હીટ સ્ટ્રોકથી બચાવી શકાય. આજે આપણે એવી જ કેટલીક ઠંડક વાળી વસ્તુઓ વિશે જાણીશું જેને ખાવાથી તમે ગરમીનો શિકાર બનવાથી બચી શકશો.
કેરી, નારંગી, તરબૂચ અને દાડમ જેવા ઉનાળાના ફળો પણ તમારા શરીરને ઠંડક આપશે અને શરીરમાં પાણીની સાથે સાથે પોષક તત્વોની ઉણપને પણ દૂર કરશે. આ ફળોમાં મળતું વિટામિન સી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે અને તમારું શરીર ઠંડું રહેશે.
તમે સલાડના રૂપમાં કાકડી ખાવાના શોખીન હશો. કાકડીએ પાણીથી ભરપૂર શાકભાજી છે જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. તેની અંદર મળતા પોષક તત્વો તમારા શરીરને ઠંડક આપશે અને પાણીની ઉણપ થવા દેશે નહીં. આ સાથે જો તમારી ચામડી સન ટેનને કારણે બળી ગઈ હોય તો પણ કાકડી ખાવી તમારા માટે ફાયદાકારક રહેશે કારણ કે તે તમારી ચામડીને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરશે.
નાળિયેર પાણી ઘણા પોષક તત્વોથી સજ્જ છે. ખાસ કરીને ઉનાળામાં તે તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરશે અને તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવશે. તેથી, ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
તમે જાણતા જ હશો કે ઉનાળામાં જ્યારે શરીરમાં વધુ પડતો પરસેવો થાય છે ત્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આ સિવાય જ્યારે તમે ગરમીમાં બહાર જાઓ છો ત્યારે તમે હીટ સ્ટ્રોકનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં, તમારે શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચનું સેવન કરવું જોઈએ. તરબૂચ પાણીથી ભરપૂર ફળ છે અને તેમાં વિટામિન સી તેમજ પોટેશિયમ હોય છે. આના સેવનથી તમારા શરીરમાં પાણીની ઉણપ નહીં થાય અને શરીર ઠંડુ રહેશે.