ગરમીમાં દૂધ પીવું પેટ માટે સારુ કે નહીં? જાણો ઉનાળામાં દૂધ પીવાની યોગ્ય રીત
દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. નાનપણથી અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે દૂધ હાડકાને મજબૂત બનાવે છે. આજે અમે તમને ઉનાળામાં દૂધ પીવાની સાચી રીત જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉનાળામાં તમારા દિવસની શરૂઆત ઠંડું દૂધ પીવાની સાથે કરો. કારણ કે ગરમ દૂધ પીવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી ગરમ દૂધને બદલે ઠંડુ દૂધ પીવો. તેનાથી તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવ કરશો.
હેલ્થ એક્સપર્ટના મતે, ક્યારેય પણ ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ કારણ કે તેનાથી પેટમાં એસિડિટી થઈ શકે છે. જો તમે ક્યારેય ખાલી પેટ દૂધ પીતા હોવ તો તેની સાથે બદામ ચોક્કસ ખાઓ. તે તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે.
વર્કઆઉટ પછી કે દરમિયાન ભૂલથી પણ દૂધ ન પીવો. તેના બદલે વર્કઆઉટ કર્યાના અડધા કલાક પછી જ દૂધ પીવાનો પ્રયાસ કરો. તેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળશે.
જો તમને શરદી કે ફ્લૂ હોય તો ભૂલથી પણ ઠંડુ દૂધ ન પીવો. આવી સ્થિતિમાં હૂંફાળું અને ગરમ દૂધ પીવો. તમને ગળાના દુખાવામાં રાહત મળશે. તમને ઠંડીથી પણ રાહત મળશે.
દૂધમાં લેક્ટોઝ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેને પચવામાં ઘણો સમય લાગે છે. તેથી રાત્રે અથવા સવારે દૂધ પીવું તમારા માટે સારુ રહેશે. બપોરે ભૂલથી પણ દૂધ ન પીવું જોઇએ