કાળઝાળ ગરમીથી બચવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ, હીટવેવથી બચી શકશો

કાળઝાળ ગરમીથી બચવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ, હીટવેવથી બચી શકશો

પ્રતિકાત્મક તસવીર

1/6
ગુજરાતમાં પણ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. રાજ્યના અનેક શહેરોમાં હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની આ સિઝનમાં (summer 2025) તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે.
2/6
હીટ સ્ટ્રોકથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને તમે ગરમીથી રાહત મેળવી શકો છો અને સ્વસ્થ રહી શકો છો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પહેલાથી જ ચેતવણી જારી કરી હતી કે દેશના ઘણા વિસ્તારોમાં ગરમીની લહેર સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે.
3/6
ઉનાળામાં મોડી રાત સુધી ફરવાથી વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવું જોઈએ. દિવસના તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરો
4/6
હીટવેવથી બચવું હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમારા ઘરમાં કુલર, એસી ન હોય તો જાડા પડદા રાખો. આમ કરીને પણ તમે ખુદને લૂ થી બચાવી શકો છો.
5/6
ઉનાળામાં દિવસ દરમિયાન ઘણીવાર લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો ઘરની બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો જાડા કપડામાં જ બહાર નિકળો. તમારા શરીરને સંપૂર્ણ રીતે ઢાંકો.
6/6
જો બહાર ઉનાળામાં લૂ ફૂંકાતી હોય તો ક્યારેક ખાલી પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાલી પેટે બહાર નીકળવાથી તમારું શરીર ગરમીના પ્રારંભિક તબક્કામાં ઝડપથી બહાર આવે છે. જેના કારણે તમને ચક્કર આવી શકે છે અને ઝાડા થઈ શકે છે.
Sponsored Links by Taboola