Health: રાત્રે જમ્યા બાદ આપને ગેસની સમસ્યા સતાવે છે? આ 7 આદતને રૂટીનમાં કરો સામેલ, મળશે રાહત
શરીરમાં ગેસ થવો સામાન્ય બાબત છે. નિષ્ણાંતોનું માનવું છે કે, ખોરાકને પચાવતા તંદુરસ્ત બેક્ટેરિયા દિવસભર આપણા શરીરમાં ગેસ ઉત્પન્ન કરે છે. જેમાંથી કેટલાક વાયુઓ બેક્ટેરિયા દ્વારા શોષાય છે. જ્યારે કેટલોક શરીર રીલિઝ કરી દે છે. ખોરાક પચતી વખતે પેટમાં ઝડપથી ગેસ ઉત્પન્ન થાય છે. જો તમે કોઈ ભારે ખોરાક ખાધો હોય, જેને પચવામાં સમય લાગે છે. તેનાથી વધુ ગેસ બનશે. જો તમે રાત્રે વધુ ખોરાક લો છો તો પણ તમને ગેસની સમસ્યા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વસ્થ આંતરડાના બેક્ટેરિયાને ખોરાક પચવામાં લગભગ છ કલાક લાગે છે, તેથી રાત્રિભોજન સૂવાના સમયના લગભગ ત્રણ કલાક પહેલાં ખાવું જોઈએ.
જેમને રાત્રે ગેસ બનવાની સમસ્યા રહે છે, આવા લોકોએ રાત્રે ઓછું ભોજન લેવું જોઈએ.
રાત્રે ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક ખાવાનું ટાળો, તે પચવામાં સમય લે છે અને ગેસ પણ ઉત્પન્ન કરે છે.
આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો, આખા દિવસમાં ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવું જ જોઈએ.