Drinks For Acidity: એસિડિટીની સમસ્યામાં આ 5 ડ્રિન્ક છે રામબાણ ઇલાજ, જાણો સેવનના ફાયદા
અનિયમિત આહાર શૈલી અને લાઇફ સ્ટાઇલના કારણે એસિડિટી અને બ્લોટિંગની સમસ્યા થાય છે. આ સમસ્યામાં એવા 5 નેચરલ ડ્રિન્ક છે. જે રામબાણ ઇલાજ સમાન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીરાના પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે તમારા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. વધુમાં, તેમાં કાર્મિનેટિવ અસર હોય છે જે તમારા પેટને ઠંડુ રાખે છે. સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાથી તમે સોજા, એસિડિટી વગેરેમાં રાહત મેળવી શકો છો.
વરિયાળીનું પાણી એસિડિટીની સમસ્યામાં ઉત્તમ છે, રાત્રે ખડી સાકરમાં વરિયાળીને પાણીમાં પલાળી દો, સવારે આ પાણીનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા દૂર થશે.
કાળી દ્રાક્ષ પણ એસિડિટી અને બ્લોટિંગની સમસ્યામાં કારગર છે. આ માટે રાત્રે ધાણા અને કાળી દ્રાક્ષને રાત્રે પલાળી દો. સવારે આ મિશ્રણને બ્લન્ડ કરીને ગાળીને તેનું સેવન કરો.
પેટ ફૂલવાની સમસ્યામાં કાકડી, ફુદીનો અને લીંબુનું પીણું ઉત્તમ છે. ફુદીનો પેટને ઠંડુ રાખે છે, જ્યારે કાકડી અને લીંબુ શરીરને ડિટોક્સ કરે છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ગુણ સ્વાસ્થ્યને દુરસ્ત રાખે છે.
ઘણીવાર લોકો સવારની શરૂઆત ચાથી કરે છે. જો તમે દૂધની ચાને બદલે આદુ અને લીંબુથી બનેલી ચા પીઓ છો તો તે તમને એસિડિટી અને અપચોથી રાહત આપી શકે છે. તે આંતરડાની સમસ્યાઓને પણ દૂર કરે છે.