Heart care :હૃદયના સ્વાસ્થ્ય માટે ઔષધ સમાન છે આ જ્યુસ, જાણો સેવનના અન્ય ગજબ લાભ
ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી પણ અનેક ફાયદા થાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે, જેથી હાર્ટના હેલ્ધ માટે ઉત્તમ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૃદયને રોગોથી બચાવવા માટે દાડમનો રસ પીવાથી ફાયદો થાય છે. તેમાં સારી માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઇ મળી આવે છે. દાડમના રસમાં પ્યુનિક એસિડ હોય છે. તે ઓમેગા-5 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ છે, જે કોષોના નિર્માણ અને વૃદ્ધિમાં મદદ કરે છે. આ સિવાય દાડમનો રસ રક્તવાહિનીઓના સોજાને પણ દૂર કરે છે.
ટામેટાંનો રસ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંનો રસ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય તેને પીવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આ બે બાબતોને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. ટામેટાંમાં વિટામીન બી અને પોટેશિયમની સાથે અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. જે તમને દરેક પ્રકારની બીમારીઓથી બચાવે છે.
બીટરૂટનો રસ પીવાથી માત્ર એનિમિયાની સમસ્યા દૂર નથી થતી, પરંતુ તે તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે. બીટરૂટના રસમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે, જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. તેનાથી હૃદયરોગ અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ ઓછું થાય છે.