Women Health: મહિલાઓના શરીરમાં અનુભવાય આ લક્ષણો તો પ્રિ મેનોપોઝના હોઇ શકે છે સંકેત, ન કરો ઇગ્નોર
પીરિયડ્સ મહિલાઓના જીવનનો હિસ્સો છે કારણ કે તે 12-13 વર્ષની ઉંમર શરૂ થાય છે અને 45થી 50 વર્ષ સુધી રહે છે. મેનોપોઝની દરેક સ્ત્રીની ઉંમર અલગ અલગ હોઇ શકે છે. જો કે સામાન્ય રીતે 45 બાદ મેનોપોઝ શરૂ થઇ જાય છે. જો કે મેનોપોઝના પિરિયડસ શરૂ થાય પહેલા મહિલાઓને કેટલીક તકલીફો શરૂ થાય છે. જે મેનોપોઝ કે પ્રિમેનોપોઝના લક્ષણો હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેનોપોઝ પહેલા પણ ઘણીવાર મહિલાઓને અનિયમિત પીરિયડ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આમાં, રક્તસ્રાવ ખૂબ જ હળવો હોય છે અને ખૂબ જ ઓછા સમય સુધી ચાલે છે. ક્યારેક બે મહિનાના અંતરાલ પછી પણ પીરિયડ્સ આવે છે, આને મેનોપોઝનું લક્ષણ ગણી શકાય.
મેનોપોઝ પહેલા, સ્ત્રીઓ તેમની યોનિમાર્ગમાં નોંધપાત્ર શુષ્કતા અનુભવી શકે છે. આ કારણે કેટલીકવાર મહિલાઓને સેક્સ કરતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. યોનિમાર્ગમાં શુષ્કતાની સાથે તેની આસપાસની ત્વચા પણ ખૂબ જ શુષ્ક થઈ જાય છે, આવી સ્થિતિમાં યોનિની આસપાસની ત્વચાને શુષ્કતાથી બચાવવા માટે સારી ગુણવત્તાના મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકાય છે.
મેનોપોઝ દરમિયાન હોર્મોનલ બદલાવને કારણે મહિલાઓને મૂડ સ્વિંગનો પણ સામનો કરવો પડી શકે છે. જો મહિલા પહેલાથી ડિપ્રેશનની દર્દી હોય તો સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ લો સાથે તમારી આસપાસ એવા લોકોને રાખો જે તમારો મૂડ સુધારી શકે અને તમારી વાત સાંભળી શકે.
રાત્રે જાગવું અથવા સૂવામાં તકલીફ પડવી એ ઘણા કારણોસર થઈ શકે છે, પરંતુ જો તમને સામાન્ય રીતે ઊંઘવામાં તકલીફ ન પડતી હોય અને અચાનક 45ની ઉંમરે પહોંચ્યા બાદ જ શરૂ થઇ ગઇ હોય તો તે મેનોપોઝની નિશાની હોઈ શકે છે. લાંબા સમય સુધી ઉંઘ ન આવવાની સમસ્યાને કારણે ચીડિયાપણાની સાથે માથાનો દુખાવો પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.
મેનોપોઝ પહેલા મહિલાઓમાં હોટ ફ્લૅશના લક્ષણો પણ જોવા મળે છે. આમાં રાત્રે અતિશય પરસેવો થવો, અચાનક ગરમી લાગવી કે ઠંડી લાગવી, ધબકારા ઝડપી થઇ જવા. ત્વચા લાલ થઈ જવી, જેવા લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો 1 મિનિટ અથવા 5 મિનિટ સુધી ટકી શકે છે. આ લક્ષણો હળવા અથવા ગંભીર હોઈ શકે છે. જો આ સમસ્યા ગંભીર બની જાય તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરો.
આ લક્ષણો મેનોપોઝ પહેલા અથવા પછી દેખાઈ શકે છે. જો કે, દરેક સ્ત્રી માટે આ લક્ષણો અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમને લક્ષણો દેખાય ત્યારે ડૉક્ટરની સલાહ લો.