Cholesterol: બેડ કોલેસ્ટ્રોલને ફટાફટ ઘટાડશે આ ફૂડ, નિયમિત ડાયટમાં સામેલ કરવાના જાણો ફાયદા
જો તમને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તો અમે અહીં કેટલાક એવા ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સેવન કરવાથી તમે આ સમસ્યામાંથી ઝડપથી રાહત મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખરાબ ખોરાકને કારણે આજકાલ લોકોને વિવિધ પ્રકારની બીમારીઓ થઈ રહી છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સર ઉપરાંત હાઈ કોલેસ્ટ્રોલ પણ ચિંતાનું કારણ બની ગયું છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આ બીમારીથી ઝઝૂમી રહ્યા છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોહીમાં કોલેસ્ટ્રોલ નામનું તત્વ વધારે હોય છે.
ઓટ્સ અને આખા અનાજ દ્રાવ્ય ફાઇબરના સ્ત્રોત છે. આ ખોરાક સાથે તમારા દિવસની શરૂઆત કરવી એ એક ખૂબ હેલ્ધી રીત હોઈ શકે છે. એક વાટકી ઓટમીલનું સેવન કરીને તમે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકો છો. તેને ક્વિનોઆ, જવ, રાઈ અને બાજરી સાથે પણ તેનું સેવન કરી શકાય છે.
બ્રોકોલી, કોબીજ ટામેટાં, મરી, સેલરી, ગાજર, પાંદડાવાળા ગ્રીન્સ અને ડુંગળી જેવા સ્ટાર્ચ વગરના શાકભાજીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોય છે. આનાથી ટ્રાઈગ્લિસરાઈડ્સ ઘટાડી શકાય છે.
લસણનું સેવન પણ બેડ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. ખાલી પેટ બે લસણની કળી ચાવી જવાથી પણ બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે.
હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ દહીં અને બદામનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. બદામ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે હૃદયની તંદુરસ્તી સુધારવાનું કામ કરે છે. જ્યારે તમે બદામને દહીંમાં ભેળવીને ખાઓ છો, ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે. દહીં અને બદામ એકસાથે ખાવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
કાળી મરી અને હળદરઃ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કાળા મરી અને હળદરની મદદ પણ લઈ શકો છો. હળદર અને કાળા મરીને એકસાથે પાણીમાં ઉકાળો અને પીવો.