Health Tips: મૂડ સ્વિંગ માટે આ કારણ હોઇ શકે છે જવાબદાર, બૂસ્ટ અપ માટે ડાયટમાં આ ફૂડને કરો સામેલ
હોર્મોન્સ ઇમ્બ્લેન્સના કારણે મૂડ સ્વિંગ થાય છે. આ સમસ્યામાં આહાર શૈલી અને લાઇફ સ્ટાઇલને સુધારીને મૂડને બૂસ્ટ અપ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆખો દિવસ સકારાત્મક રીતે પસાર કરવા માટે અને સારૂ મહેસૂસ કરવા માટે ડાયટમાં ફેટી એસિડ યુક્ત અહારને સામેલ કરો. આ માટે અખરોટનું સેવન કરો
ઓઇલી ફૂડ પાચનમાં અવરોધ પેદા કરે છે. જેનાથી માનસિક સતકર્તા અને ડિપ્રેશન આવે છે. તો જંકફૂડ અને ઓઇલી ફૂડને ડાયટમાંથી દૂર કરો.આલ્કોહોલ યુક્ત પદાર્થનું સેવન ટાળો જે ડિપ્રેશનને નોતરે છે.
મેગ્નેશિયમ સેરોટોનિનના ઉત્પાદન કરે છે, જે મૂડને સ્થિર કરવામાં મદદ કરે છે. મેગ્નેશ્યિમ માટે કેળા, ડ્રાયફ્રૂટસ, ફિશ,ગ્રીન વેજીટેબલનું સેવન કરો.
મેલાટોનિન, એક હોર્મોન જે ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે. જેના માટે આપે સવારના કૂમળા તાપમાં પણ થોડો સમય રહેવાની જરૂર છે.
નિયમિત વ્યાયામ કરવાથી એન્ડોર્ફિનના ઉત્પાદનમાં મદદ મળે છે. જે આગળ જતાં મૂડને સ્વાભાવિક રીતે જ બૂસ્ટ કરે છે.
વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ અને ફોલિક એસિડની અસરથી મન શાંત રહે છે અને તે સ્વિંગ થતાં મૂડને સ્ટેબલ કરવામાં પણ મદદ કરે છે.