Skin care : સ્કિન માટે વરદાન છે ટામેટા, આ રીતે કરો ઉપયોગ, પાર્લર જેવો આપશે ગ્લો
ટામેટાના ઉપયોગથી ત્વચા સંબંધિત ઘણા ફાયદા થાય છે અને તે લગભગ દરેક રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરશો જાણીએ,
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રદૂષણ તમારી ત્વચાને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. તમારી ત્વચાને નિસ્તેજ અને નિર્જીવ બનાવવા ઉપરાંત, તે તમને અકાળે વૃદ્ધ પણ કરી શકે છે. પરંતુ ગભરાશો નહીં, ટામેટાંમાં જોવા મળતું વિટામિન બી કોમ્પ્લેક્સ વૃદ્ધત્વના સંકેતોને રોકવામાં મદદ કરી શકે છે.
જ્યારે તમારા ચહેરા પરના છિદ્રો મોટા અને ખુલ્લા હોય છે, ત્યારે તે ગંદકી, ધૂળ અને પ્રદૂષણને આકર્ષે છે. જ્યારે આ પ્રદૂષકો તમારી ત્વચાના કુદરતી તેલ સાથે ભળી જાય છે, ત્યારે તે ખીલનું કારણ બની શકે છે. ટામેટાના ઉપયોગથી તમે આ છિદ્રો સંકોચાઈને પેક થઇ જાય છે અને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
ટામેટા સનબર્ન અને ટેનિંગ દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં વિટામિન સી અને વિટામિન એથી ભરપૂર છે, જે ત્વચાને શાંત કરવામાં અને ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. ટામેટા પેસ્ટમાં ભરપૂર માત્રામાં લાઇકોપીન હોય છે, જે સનબર્નથી બચાવે
ઉનાળાની ઋતુમાં ત્વચા ખૂબ જ ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાય છે, જેનાથી તમારી ત્વચા નિસ્તેજ અને શુષ્ક દેખાય છે. ચહેરા માટે ટામેટાંનો ઉપયોગ તેને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરી શકે છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તમે તેનો ઉપયોગ દહીં સાથે કરી શકો છો, દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે સ્કિને સોફટ બનાવીને મોશ્ચરાઇઝ કરે છે.
ટામેટું સીધું જ ત્વચા પર લગાવી શકાય છે. ટામેટાના ટુકડાને આખા ચહેરા પર ઘસો, તેને 30-40 મિનિટ સુધી રાખો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો. ટામેટાંના એસિડિક ગુણો ધીમે ધીમે જમા થયેલી ગંદકી અને તેલને દૂર કરશે અને તેનાથી ત્વચા બ્લેકહેડ ફ્રી થઈ જશે.