Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Toothbrush Uses: આટલા દિવસ થાય એટલે બદલી દો ટૂથબ્રશ, નહીં દાંતના રોગો થશે તે નક્કી
લોકો ટૂથબ્રશની મદદથી પોતાના દાંતને સારી રીતે સાફ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે ટૂથબ્રશ કેટલો સમય ચલાવવું જોઈએ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસામાન્ય રીતે લોકો દર ત્રણથી ચાર મહિને ટૂથબ્રશ બદલતા હોય છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તમારે તેને એક કે બે મહિનામાં બદલવું જોઈએ.
જો તમે લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તો બ્રશ પર બેક્ટેરિયા જમા થાય છે અને ચેપનું જોખમ વધી જાય છે.
એક જ ટૂથબ્રશનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી બ્રિસલ્સ ખરાબ થવાના ચાલ્ચ વધી જાય છે અને દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યા થઈ શકે છે.
ખરાબ બ્રિસલ્સ કારણે દાંતના ઈનેમલને નુકસાન થાય છે અને પેઢામાં સોજો આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો ટૂથબ્રશ ખરાબ દેખાવા લાગે છે, તો તમારે તેને 2 મહિનાની અંદર બદલી નાખવું જોઈએ.
જ્યારે પણ તમે ટૂથબ્રશ ખરીદો ત્યારે સોફ્ટ અથવા મિડિયમ બ્રિસ્ટલ્સવાળું ટૂથબ્રશ ખરીદો. તમારા મોંના કદ પ્રમાણે ટૂથબ્રશ પસંદ કરો. જો તમને તમારા દાંતની સમસ્યા હોય તો ડેન્ટિસ્ટની સલાહ લો.