UN Report On Diet: ભારતમાં 100 કરોડથી વધુ લોકોને નથી મળી રહ્યું હેલ્ધી ડાયટ! ડરાવી રહ્યો છે UN રિપોર્ટ
UN Report: તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ખાદ્ય સુરક્ષા અને પોષણ પરના 2023ના અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે 74.1 ટકા ભારતીયો હેલ્ધી ડાયટ લઇ શકતા નથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે 2021માં ભારતમાં 100 કરોડથી વધુ લોકો હેલ્ધી ડાયટ લઈ શકતા ન હતા. આ રિપોર્ટ બાદ ભારત સરકારના અંદાજ પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા હતા જેમાં માત્ર 81 કરોડ લોકોને જ ખાદ્ય સહાયની જરૂર હોવાનું કહેવાયું હતું.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ ખાદ્ય સુરક્ષા અને પોષણ પર 2023 નો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં લગભગ 104 કરોડ લોકો હેલ્ધી ડાયટ લેવા માટે અસમર્થ હતા.
હેલ્ધી ડાયટ સંબંધિત રિપોર્ટમાં ભારતનો ક્રમ પાકિસ્તાન કરતા નીચો છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 82 ટકા લોકોને હેલ્ધી ડાયટ નથી મળતું. એટલે કે 24 કરોડ લોકોમાંથી લગભગ 19 કરોડ લોકોને સારો સ્વસ્થ આહાર મળતો નથી.
વર્ષ 2021માં બાંગ્લાદેશની કુલ વસ્તીના લગભગ 66 ટકા, ઈરાનમાં 30 ટકા, ચીનમાં 11 ટકા, રશિયામાં 2.6 ટકા, અમેરિકામાં 1.2 ટકા અને બ્રિટનમાં 0.4 ટકા લોકોને હેલ્ધી ડાયટ મળતું નથી.
સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન, એક વિશેષ એજન્સી સહિત અન્ય એજન્સીઓનો અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે કેટલાક ખાદ્ય સુરક્ષા હિમાયતીઓ અને પોષણ નિષ્ણાતો મોટી વસ્તી ખોરાકની અછત અને ખરાબ પોષણની સમસ્યા મામલે ભારત સરકારની ટિકા કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારે યુએનના અહેવાલને પડકારતા કહ્યું કે આ આંકડો એક સર્વે પર આધારિત છે, જેમાં આઠ પ્રશ્નો અને 3,000 ઉત્તરદાતાઓના નમૂનાનો સમાવેશ થાય છે. આના પર સરકારે કહ્યું કે ભારત જેવા દેશના નાના નમૂનામાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ ભારતમાં કુપોષિત વસ્તીના પ્રમાણની ગણતરી કરવા માટે કરવામાં આવ્યો છે, જે માત્ર ખોટું અને અનૈતિક નથી.