યુરિક એસિડની સમસ્યાને હળવાશમાં ન લો, વધી જવા પર થઈ શકે છે ગંભીર નુકસાન

યુરિક એસિડની સમસ્યાને હળવાશમાં ન લો, વધી જવા પર થઈ શકે છે ગંભીર નુકસાન

Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
Uric Acid: આજના વ્યસ્ત જીવન અને અનિયમિત ખાનપાનને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે, જેમાંથી એક છે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું. યુરિક એસિડ એ પ્યુરિન નામના પ્રોટીનના તૂટવાથી શરીરમાં ઉત્પન્ન થતો કુદરતી પદાર્થ છે.
2/7
સામાન્ય રીતે કિડની દ્વારા પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નિકળે છે. પરંતુ જ્યારે તેનું સ્તર વધે છે, તે ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે સાંધાનો દુખાવો, સંધિવા અને કિડનીમાં પથરી વગેરે. આ સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.
3/7
જે લોકો નોન-વેજ, ખાસ કરીને રેડ મીટ અને અન્ય પ્યુરિનયુક્ત ખોરાક લે છે, તેમના શરીરમાં યુરિક એસિડ ઝડપથી વધે છે. આ સિવાય જંક ફૂડ અને ફાસ્ટ ફૂડનું વધુ પડતું સેવન પણ આમાં ફાળો આપે છે. આલ્કોહોલ અને પીણાંનો વધુ પડતો વપરાશ.
4/7
જે લોકો સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત હોય અથવા કિડની સંબંધિત કોઈ બિમારી હોય તેઓમાં પણ યુરિક એસિડ વધવાની સ્થિતિ જોવા મળે છે.
5/7
જ્યારે આપણી કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે તે શરીરમાંથી પ્યુરિન દૂર કરવામાં અસમર્થ હોય છે. જેના કારણે શરીરમાં તેની માત્રા સતત વધતી જાય છે.
Continues below advertisement
6/7
જો કોઈ વ્યક્તિ તણાવ, ચિંતા કે ડિપ્રેશન જેવી સ્થિતિઓથી પીડિત હોય અથવા રાત્રે યોગ્ય રીતે ઉંઘ ન લે તો યુરિક એસિડ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે.
7/7
જો તમારા પરિવારમાં કોઈને પહેલાથી જ હાઈ યુરિક એસિડની સમસ્યા છે, તો ભવિષ્યમાં તમને પણ આવી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી પૂરી સંભાવના છે.
Sponsored Links by Taboola