Covishield: કોરોનામાં તમે કઈ વેક્સિન લીધી હતી, ઘરે બેઠા આ રીતે આસાનીથી કરો ચેક
હવે કોવિશિલ્ડની મેન્યુફેક્ચરિંગ કંપની AstraZeneca દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રસીની આડઅસર થઈ શકે છે. જેમાં લોહી ગંઠાઈ જવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોવિશિલ્ડના આ ખુલાસા પછી લોકોના મનમાં વેક્સિનને લઈને ગભરાટ શરૂ થઈ ગયો છે અને તેને હાર્ટ એટેકના વધતા કેસ સાથે સીધો સંબંધ જોવા મળી રહ્યો છે.
હવે એવા ઘણા લોકો છે જેમને ખબર નથી કે તેમને કઈ રસી મળી છે. કેટલાક લોકો આટલા સમય પછી રસીનું નામ પણ ભૂલી ગયા છે. આવી સ્થિતિમાં, તેઓ ઘરે બેસીને તેની તપાસ કરી શકે છે.
રસીનું નામ અને સ્થિતિ તપાસવા માટે, તમારે પહેલા selfregistration.cowin.gov.in પર જવું પડશે. અહીં તમારે તમારા મોબાઈલ નંબરથી લોગીન કરવાનું રહેશે.
OTP દાખલ કર્યા પછી, તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમારા રસીકરણ વિશેની તમામ માહિતી હશે. અહીં તમને ખબર પડશે કે તમને કઈ રસી આપવામાં આવી હતી.
તમે આરોગ્ય સેતુ અથવા ડિજી લોકર એપ પરથી તમારું કોરોના રસી પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. અહીંથી પણ તમને ખબર પડશે કે તમને કઈ રસી મળી છે.
તસવીર સૌજન્યઃ પીટીઆઈ