અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, અન્ય ફાયદા જાણી આજે જ ખાવા લાગશો
અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટથી હૃદય સ્વસ્થ રહે છે,ટેન્શન દૂર કરવા અને સારી ઊંઘ મેળવવા માટે તમારે અખરોટ ખાવા જ જોઈએ. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજ તેજ અને સક્રિય બને છે.
અખરોટ એ આયર્ન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર ખાય છે.
દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.
શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે, હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે. અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.