Water Side Effects: જરૂર કરતા વધુ પાણી પીવું પણ બની શકે છે ખતરનાક, ગુમાવી શકો છો જીવ
સ્વસ્થ રહેવા માટે ખૂબ પાણી પીવું જરૂરી છે. પાણીની ઉણપથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ વધુ પાણી પીવું જીવલેણ પણ હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક સાથે ઘણું પાણી પીવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી વોટર ટોક્સિસિટી થઇ શકે છે
જ્યારે શરીરમાં વધારે પાણી હોય છે ત્યારે તેમાં સોડિયમ ઓગળવા લાગે છે. જેના કારણે લોહીમાં સોડિયમ સામાન્ય કરતા ઘણું ઓછું થઈ જાય છે.
તેનાથી મગજના કોષોમાં સોજો એટલે કે બ્રેઇન એડમાનું કારણ બની શકે છે. જેના કારણે શરીરના ભાગોમાં લોહીની સપ્લાય બંધ થઈ શકે છે. જો કે, આ એક ખૂબ જ દુર્લભ સમસ્યા છે, પરંતુ જ્યારે પણ કોઈ વ્યક્તિ મર્યાદાથી વધુ પાણી પીવે છે ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે તંદુરસ્ત વ્યક્તિને દરરોજ કેટલું પાણી જોઈએ છે તે તેના સ્વાસ્થ્ય, જેન્ડર, જીવનશૈલી અને હવામાન પર આધારિત છે.યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ-મેડિસિન અનુસાર, પુરુષો માટે દરરોજ 3.7 લિટર અને સ્ત્રીઓ માટે 2.7 લિટર પાણી પીવું સંપૂર્ણપણે સલામત છે.