Weight loss: સખત મહેનત બાદ નથી ઉતરતું વજન, આ 5 કામને રૂટીન લાઇફમાં કરો સામેલ, મળશે રિઝલ્ટ
અનિયમિત આહાર અને જીવનશૈલીના કારણે મેદસ્વતી હાલ સામાન્ય સમસ્યા બની ગઇ છે. મોટાભાગના લોકો ફિટ એન્ડ ફાઇન દેખાવવા માટે જિમમાં પરસેવો પાડે છે અને સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. જો કે તેમ છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું. જેના કારણે નિરાશા છવાઇ જાય છે. જો કે આ ટિપ્સને રૂટીનમાં સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે ખાલી પેટ ચા-કોફી નહિ, ડિટોક્સ ડ્રિન્ક પીવાની આદત આપને વેઇટ લોસમાં મદદ કરશે, જો આપ વેઇટ લોસની જર્ની પર છો તો હાઇડ્રેઇટ રહેવું પહેલી શરત છે. આ માટે દિવસ દરમિયાન 10થી12 ગ્લાસ પાણી પીવો
વેઇટ લોસની પ્રોસેસમાં મોટું વિઘ્ન સુગર છે. ડાયટમાંથી સુગરને અલવિદા કરી દો,મેંદો અને તળેલી વસ્તુઓ પણ વજન વધારે છે. મેંદા અને તળેલી વસ્તુઓને સદંતર બંધ કરી દો.
બે મીલ્સ વચ્ચે 6થી7 કલાકનો ગેપ રાખો, અને જમ્યાના 2 કલાક બાદ ગ્રીન ટીને રૂટીનમાં સામેલ કરો
રાત્રિનું ભોજન હંમેશા સાત વાગ્યા પહેલા લઇ લો અને ડિનર બાદ ઓછામાં ઓછુ 30 મિનિટ ટહેલવાની આદત પાડો.
વજન ઉતારવા માટે વર્કઆઉટ અને ડાયટિંગ બને જરૂરી છે. પ્રોપર ડાયટ પ્લાનને ફોલો કરવાની સાથે એક કલાક અચૂક એક્સરસાઇઝ કરો