જેનેટિક ટેસ્ટિંગ શું હોય છે? IVFમાં તેને કેમ કરવું જરૂરી છે?
IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) એ એક પ્રક્રિયા છે જેમાં મહિલાઓના અંડાણુ અને શુક્રાણુઓ શરીરની બહાર ભેળવવામાં આ છે અને ભ્રૂણ તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં જેનેટિક ટેસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેનેટિક ટેસ્ટિંગ એક મહત્વપૂર્ણ મેડિકલ તપાસ છે જેમાં આપણા ડીએનએની તપાસ કરવામાં આવે છે. જેનાથી એ જાણી શકાય છે કે આપણા જીનમાં કોઇ સમસ્યા કે બીમારી નથી ને. આ તપાસ આપણને ભવિષ્યમા થનારી બીમારીઓ અંગેની પણ જાણકારી આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વસ્થ ભ્રૂણની પસંદગી: જેનેટિક ટેસ્ટિંગ પરથી આપણને જાણવા મળે છે કે ભ્રૂણમાં કોઈ રોગ અથવા વિકાર તો નથી ને. આ આપણને સ્વસ્થ ભ્રૂણની પસંદ કરવામાં મદદ કરે છે.
રોગોની તપાસ: જો કુટુંબમાં કોઈ આનુવંશિક રોગ હોય તો જેનેટિક ટેસ્ટિંગ પરથી એ જાણી શકાય છે કે ભ્રૂણમા તે બીમારી છે કે નહીં.
ગર્ભપાતનો ખતરો ઘટાડો: કેટલાક રોગોના કારણે ગર્ભપાત થઇ શકે છે. જેનેટિક ટેસ્ટિંગથી આ રોગોને વહેલી તકે શોધી શકાય છે અને ગર્ભપાતનના ખતરાને ઓછો કરી શકાય છે.
માતાપિતાની ચિંતા ઘટાડે છે: જ્યારે માતાપિતા જાણે છે કે તેમનું બાળક સ્વસ્થ છે, ત્યારે તેમની ચિંતા ઓછી થાય છે. તેનાથી તેમને ગર્ભાવસ્થા દરમિયાન માનસિક શાંતિ મળે છે.
IVF પ્રક્રિયા દરમિયાન જ્યારે ભ્રૂણ બને છે ત્યારે તેની કેટલીક કોશિકાઓની તપાસ કરવામાં આવે છે. આ તપાસને પ્રી-ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ (PGT) કહેવામાં આવે છે.