Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Apple Benefits: સ્વાસ્થ્ય માટે વરદાન છે સફરજન, જાણો ખાવાનો યોગ્ય સમય
Apple Benefits: ફળોમાં સફરજન ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. એક કહેવત છે કે જો તમે રોજ સફરજન ખાઓ તો ઘણી બીમારીઓ તમારાથી દૂર રહે છે. સફરજનમાં ફાઈબર, વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો મળી આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે, પરંતુ ઘણી વખત લોકો એ મૂંઝવણમાં હોય છે કે સફરજન ખાવાનો યોગ્ય સમય શું છે?
આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે કયા સમયે સફરજન ખાવાથી તમને વધુ ફાયદો થાય છે અને કયા સમયે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
સફરજનમાં પ્રાકૃતિક ખાંડ અને ફ્રુક્ટોઝ મળી આવે છે, તેથી તેને સવારે ખાલી પેટ ખાવાથી વધુ ફાયદો થાય છે. આ ખાવાથી તમે દિવસભર એક્ટિવ રહેશો. સાથે જ તેમાં ફાઈબર પણ જોવા મળે છે. સફરજન ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
સફરજનમાં હાજર ફાઇબર પાચનક્રિયાને પણ સ્વસ્થ રાખે છે, તેથી સવારે સફરજન ખાવાથી કબજિયાત જેવી સમસ્યાથી બચી શકાય છે.
આ સિવાય તેમાં વિટામિન સી અને પોટેશિયમ પણ હોય છે, જે હ્રદય સંબંધિત બીમારીઓથી રાહત આપે છે.
સફરજન રાત્રે ક્યારેય ન ખાવું જોઈએ. તેમાં સુગર અને ફ્રુક્ટોઝ મળી આવે છે, જેના કારણે આપણે એક્ટિવ અનુભવીએ છીએ, પરંતુ રાત્રે તેને ખાવાથી ઊંઘમાં તકલીફ થાય છે.