Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Dinner Tips : સાવધાન! રાત્રે સૂતા પહેલા આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરો, થશે શરીરને આ નુકસાન
રાત્રે સૂતાના થોડા સમય પહેલા કેટલાક ફૂડ ન ખાવાની સલાહ અપાવમાં આવે છે. ખાસ કરીને ફેટી અને ઓઇલી આહાર લેવાની મનાઇ કરવામાં આવે છે. ઉપરાંત હાઇ ફાઇબરયુક્ત આહારનું સેવન કરવાથી પણ બચવું જોઇએ. તેનાથી પાચન બગડી શકે છે ઉપરાંત અનેક સમસ્યા થઇ શકે છે. જાણીએ અન્ય ક્યાં આહારને રાત્રે સૂતા પહેલા ન લેવા જોઇએ.(Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાત્રે સૂતા પહેલા ખાટા ફળો જેવા કે સંતરા, લીંબુ વગેરેનું સેવન કરવાનું ટાળવું જોઇએ, તેનાથી ખાટ્ટા ઓડકાર, અપચો, ગેસ એસિડિટિની સમસ્યા થઇ શકે છે. (Photo - Freepik)
સૂતા પહેલા ક્યારેય ડાર્ક ચોકલેટનું સેવન ન કરવું. ડાર્ક ચોકલેટના સેવનથી માઇન્ડ એલર્ટ થઇ જાય છે.જેના કારણે અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે. (Photo - Freepik)
સૂતા પહેલા હાઇપ્રોટીનનું સેવન ન કરવું જોઇએ, કારણે કે હાઇપ્રોટીનને પચતાં સમય લાગે છે અને હાઇ પ્રોટીનના સેવન બાદ ઊંઘી જવાથી અપચો થઇ શકે છે. (Photo - Freepik)
સૂતા પહેલા ગ્રીન ટી પણ ન પીવી જોઇએ. જે અનિદ્રાનું કારણ બની શકે છે. (Photo - Freepik)
રાત્રે મસાલેદાર ખોરાક ન ખાવો. વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી પેટ એસિડિટી અને પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. (Photo - Freepik)
રાત્રિભોજનમાં ટામેટાંનો ઉપયોગ કરવાનું ટાળો. ખરેખર, રાત્રિભોજનમાં ટામેટાં ઉમેરવાથી તમને ગેસ, અપચો અને કબજિયાત જેવી ફરિયાદો થઈ શકે છે. (Photo - Freepik)