બદામ પલાળીને કેમ ખાવી જોઇએ, જાણો છાલ ઉતારીને ખાવાથી થતાં અદભૂત ફાયદા
Soaked Almonds: બદામ એક ખાસ સુપર ડ્રાય ફ્રુટ છે. જે દરેક વયના લોકો માટે કારગર છે. જો કે બદામના ગુણોનો સંપૂર્ણ લાભ લેવો હોય તો તને પલાળીને જ ખાવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબદામ એક ડ્રાય ફ્રુટ છે અને મોટાભાગના ડ્રાય ફ્રુટ્સ પ્રકૃતિમાં ગરમ હોય છે. બદામ પણ ખૂબ ગરમ હોય છે. તેથી, તેની અસરને ઠંડુ કરવા અને સંતુલન લાવવા માટે, તેને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણા કારણો છે, જેના કારણે સ્વાસ્થ્ય નિષ્ણાતો બદામને આખી રાત પાણીમાં પલાળી રાખવા અને સવારે તેને છાલ ઉતારીને ખાવાનું સૂચન કરે છે.
પલાળેલી બદામ ખાવાના એક નહીં પણ અનેક ફાયદા છે. તેમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ છે...
પહેલી વાત એ છે કે, બદામની બ્રાઉન છાલ જે બદામની પર ચોંટી રહે છે, તેમાં ટેનીન નામનું તત્વ હોય છે. જે બદામના પાચનમાં સમસ્યા સર્જે છે.
ટેનીનને લીધે, બદામના તમામ ગુણધર્મો શરીરને ઉપલબ્ધ નથી થતાં, કારણ કે તે બદામ દ્વારા ઉત્સેચકો છોડવામાં અવરોધે છે. તેથી બદામ ખાધા પછી પણ શરીરને તેના તમામ ગુણો મળતા નથી
બદામને પાણીમાં પલાળીને રાખવાથી તેની છાલ ઉતારવામાં સરળતા રહે છે અને સ્મૂધ ટેક્સચરવાળી બદામ ખાવાથી વ્યક્તિ તેના તમામ પોષક તત્વો મેળવી શકે છે.
જો કે છાલવાળી બદામ ખાવાથી પણ શરીરમાં જામેલી ચરબીને ઓછી કરવામાં મદદ મળે છે. કારણ કે છાલવાળી બદામ લિપેઝ નામનું એન્ઝાઇમ છોડે છે, જે શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે.
છાલવાળી બદામ પણ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાંથી નીકળતા એન્ઝાઇમ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આવી સ્થિતિમાં, તમે વધારાની કેલરી ખાવાનું ટાળો અને ધીમે ધીમે વજન નિયંત્રણથી વજન ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કરો.