Brain Stroke: ગરમીમાં કેમ વધી રહ્યા છે બ્રેઈન સ્ટ્રોકના કેસ ? જાણો કારણ અને બચવાનો ઉપાય...
તડકામાં બહાર નીકળતા પહેલા તમારે કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. કાળઝાળ ગરમીમાં તમારે ઘરેથી બહાર નિકળતા પહેલા કેટલીક કાળજીઓ રાખવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોક દરમિયાન બ્રેઈન સ્ટ્રોકથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સમય દરમિયાન કેસમાં વધારો થયો છે.
તબીબોના મતે બીપી અને ડાયાબિટીસના દર્દીઓમાં બ્રેઈન સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
તેની પાછળનું સૌથી મોટું કારણ છે તાપમાનમાં અચાનક ફેરફાર એટલે કે જો તમે લાંબા સમય સુધી ACમાં રહ્યા પછી સીધા સૂર્યપ્રકાશમાં જાઓ છો તો શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે.
અચાનક શરીરમાં થયેલા તાપમાનના આ ફેરફારના કારમે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ ખૂબ જ વધી જાય છે.
હાઈ બ્લડ પ્રેશરથી પીડાતી મહિલાઓને હીટ સ્ટ્રોકના કારણે બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધારે હોય છે.
ઉનાળાની આ ઋતુમાં શરીરની કાળજી રાખવી ખૂબ જ જરુરી બની જાય છે.