સર્જરી અગાઉ કેમ ના ખાવું જોઇએ લસણ? જાણો શું છે તેનું કારણ?

તમારે સર્જરીના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
તમારે ઓપરેશનના સાતથી દસ દિવસ અગાઉ લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ તો તમારા માટે વધુ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
2/6
લસણ રક્તસ્રાવનો સમય વધી શકે છે. લસણ લોહીના ગંઠાવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવનું કારણ બની શકે છે.
3/6
લસણ કેટલીક દવાઓની અસરોમાં વધારો કરી શકે છે: લસણ લોહીને પાતળું કરવા માટેની દવાઓ, બ્લડ સુગરને નિયંત્રણ કરતી દવાઓ અને કેટલીક ઓવર-ધ-કાઉન્ટર પેઇન કિલરની અસરોમાં વધારો કરી શકે છે.
4/6
લસણથી એલર્જી થઈ શકે છેઃ કેટલાક લોકોને લસણથી એલર્જી હોય છે. ઓપરેશન અગાઉ તમારે તમારી બધી દવાઓ અને સપ્લીમેન્ટ્સની એક યાદી બનાવવી જોઇએ અને ડોક્ટર સાથે તેના પર ચર્ચા કરવી જોઈએ.
5/6
લસણ બ્લડ સુગરને નિયંત્રિત કરતી દવાઓ, લોહીને પાતળું કરતી દવાઓ અને કેટલીક ઓટીસી પેઇન કિલર દવાઓની અસરોમાં વધારો કરી શકે છે. તે સર્જરી દરમિયાન અથવા પછી રક્તસ્રાવ પણ વધારી શકે છે.
6/6
લસણ રક્તસ્રાવ વધારી શકે છે અને બ્લડ પ્રેશરને અસર કરી શકે છે. લસણ બ્લડ સુગર લેવલ પણ ઘટાડી શકે છે.
Sponsored Links by Taboola