World Bicycle Day : દરરોજ 30 મિનિટ સાઇકલ ચલાવવાથી થાય છે જબરદસ્ત લાભ, જાણીને તમે પણ શરૂ કરશો સાઈકલિંગ
જો તમે વજન ઘટાડવા અથવા ફિટ રહેવા માંગતા હો તો તમારા વર્કઆઉટ પ્લાનમાં સાયકલ ચલાવવાનો સમાવેશ કરો. દરરોજ સાયકલ ચલાવવાના ઘણા જબરદસ્ત ફાયદા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ અને કસરતની જેમ સાયકલ ચલાવવી એ પણ એક શારીરિક પ્રવૃત્તિ છે, જે હૃદય અને ફેફસાં બંનેને સ્વસ્થ રાખે છે. આટલું જ નહીં, સવારે સાયકલ ચલાવવાને કારણે આખો દિવસ શરીરમાં એનર્જી રહે છે અને રાત્રે ઊંઘ ખૂબ સારી આવે છે.
કસરત તરીકે થોડા કલાકો સુધી સાયકલ ચલાવવાથી રક્તકણો અને ત્વચાને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પુરવઠો મળવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
જો તમે સવારે થોડો સમય સાયકલ ચલાવશો તો તમને રાત્રે સારી ઊંઘ આવશે. જો કે તમે વહેલી સવારે સાયકલ ચલાવવાથી થોડો થાક અનુભવી શકો છો, પરંતુ તે થોડા સમય માટે જ રહેશે. તે પછી આખો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે.
સાયકલ ચલાવવાથી શરીરના રોગપ્રતિકારક કોષો વધુ સક્રિય રહે છે અને આવી સ્થિતિમાં સાયકલ ચલાવનાર વ્યક્તિ ઓછી બીમાર પડે છે.
સાયકલ ચલાવનાર વ્યક્તિના મગજના કોષો ખૂબ જ સક્રિય હોય છે. તેમની યાદશક્તિ સામાન્ય લોકો કરતા વધુ હોય છે. સાયકલ ચલાવવાથી શરીરમાં મગજના નવા કોષો પણ બને છે.
સાયકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે. સાયકલ ચલાવવાથી સમગ્ર શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે.
નિયમિત સાયકલિંગ કસરત કરવાથી શરીરમાં કેલરી અને ચરબી ઓછી થાય છે, જેનાથી ફિગર સ્લિમ રહે છે અને વજન વધતું નથી.
સાયકલ ચલાવતી વખતે સામાન્ય કરતાં વધુ ઊંડા શ્વાસ લેવાય છે અને વધુ ઓક્સિજન મળે છે, આના કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પણ વધે છે અને સાથે જ હવા ફેફસાંની અંદર અને બહાર ઝડપથી જાય છે. તે ફેફસાંની ક્ષમતામાં પણ સુધારો કરે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. (All Image Source : freepik )