શક્કરિયા ખાવાના ફાયદા જાણી તમે પણ દંગ રહી જશો, આજથી જ ખાવાનું શરુ કરો
શક્કરિયા ખાવાના ફાયદા જાણી તમે પણ દંગ રહી જશો, આજથી જ ખાવાની શરુ કરો
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6

શક્કરિયામાં કાર્બોહાઈડ્રેટ, વિટામીન સી, વિટામીન એ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન વગેરે જેવા અનેક પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. શક્કરિયામાં 26 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 2 ગ્રામ પ્રોટીન, 0.07 ગ્રામ ચરબી અને 309 ગ્રામ ફાઇબર હોય છે. તેમાં હાજર ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
2/6
શક્કરિયા સાંધાના દુખાવા અને પેટની સમસ્યાથી પીડિત લોકો માટે પણ સારો ખોરાક છે. અલ્સર અને એસિડિટીની સમસ્યામાં આ કંદનું નિયમિત સેવન કરવાથી આ સમસ્યાઓ દૂર થાય છે.
3/6
શિયાળાની કાતિલ ઠંડીમાં શક્કરિયાનું સેવન કરવું જોઈએ. શક્કરિયા ખાવાના ઘણા બધા ફાયદા છે. જો તમે દરરોજ તેનું સેવન કરશો તો લાંબાગાળે તમારા શરીરમાં ઘણા ફાયદા થઈ શકે છે.
4/6
શક્કરિયામાં રહેલું વિટામિન A આંખના રોગો માટે ફાયદાકારક છે. તેમાં હાજર બીટા કેરોટીન આંખોની નબળાઈ અને શુષ્કતાને ઘટાડે છે. વિટામિન A રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ કંદમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કોષોને નવજીવન આપે છે અને યુવાન દેખાવામાં મદદ કરે છે.
5/6
તેમાં રહેલા પોષક તત્વો કેન્સરના કોષોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ શક્કરિયાને પાવર હાઉસ કહેવામાં આવે છે.
Continues below advertisement
6/6
ડાયાબિટીસના દર્દીઓ પણ શક્કરિયા ખાઈ શકે છે. તેમાં રહેલા ફાઈબર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આનાથી શરીરમાં હાજર ગ્લુકોઝ ધીમે ધીમે લોહીમાં પ્રવેશી શકે છે. આ કારણે જમ્યા પછી બ્લડ શુગર લેવલ વધતું નથી. ડાયાબિટીસના દર્દીઓ તેને વિના સંકોચ ખાઈ શકે છે.
Published at : 03 Feb 2025 04:18 PM (IST)