Cleaning Tips: આ 6 ચીજોને સાફ કરવા માટે તાપમાં રાખો, ડિટર્જન્ટથી પણ વધુ સારી સફાઇ મળશે
ઘરની દરેક વસ્તુને સાફ કરવા માટે તમારે હંમેશા પાણી અને ડિટર્જન્ટની જરૂર હોતી નથી. તમે તેને ફક્ત તડકામાં રાખીને પણ સાફ કરી શકો છો. અહીં અમે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાકડાના કટિંગ બોર્ડનો ઉપયોગ શાકભાજીને ખૂબ જ સરળતાથી અને સ્વચ્છ રીતે કાપવા માટે થાય છે. આવી સ્થિતિમાં, તેની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.સામાન્ય રીતે લોકો કટિંગ બોર્ડને પાણીથી ધોયા પછી અને કપડાથી લૂછીને સંતોષ માની લે છે. પરંતુ વાસ્તવમાં તેને તડકામાં રાખીને સાફ અને બેક્ટેરિયા મુક્ત કરી શકાય છે.
કેટલીકવાર સાબુ અને ડિટરજન્ટ પણ ડસ્ટબીનમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવામાં નિષ્ફળ જાય છે.આ સ્થિતિમાં, તેને ધોઈ લો અને થોડીવાર માટે તડકામાં ખુલ્લુ મુકી દો. આમ કરવાથી તેમાંથી આવતી દુર્ગંધ થોડા કલાકોમાં જ ખતમ થઈ જશે.
જીન્સ બનાવતી કંપની જિન્સને ઓછું ધોવાની ભલામણ કરે છે. કારણ કે જીન્સને વારંવાર ધોવાથી તે ઝડપથી બગડી જાય છે. જિન્સને પણ બેક્ટેરિયા મુક્ત બનાવવા માટે વોશ કર્યાં બાદ પણ આપ તડકામાં રાખો તો સંપૂર્ણ ક્લિન થઇ જશે.
જો કાર્પેટ કદમાં મોટી હોય તો તેને વારંવાર ધોવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આ સ્થિતિમાં, તેની ગંધ દૂર કરવા અને તાજગી જાળવી રાખવા માટે, તેને થોડા કલાકો માટે તડકામાં લટકાવી દો. જો કે, જો તેના પર ડાઘ છે, તો તમારે તેને સાફ કરવા માટે સ્પોટ ક્લિનિંગની જરૂર પડશે.
ગાદલામાં પણ દુર્ગંધની સમસ્યા થઇ જાય છે. ધાબળા ગાદલાને વોશેબલ હોય તો પણ વોશ કરવા ઇઝી નથી. આવી સ્થિતિમાં તેને આકારા તાપમાં મુકીને ક્લિન કરી શકાય છે.
જો ફ્રિજના ડ્રોઅરમાં કોઈપણ શાકભાજી કે ખોરાક સડી જાય તો તેની દુર્ગંધ આવે છે. કેટલીકવાર તે સાફ કર્યા પછી પણ દૂર થતી નથી.આવી સ્થિતિમાં, તમે તેનો કચરો સાફ કરી શકો છો અને તેને થોડો સમય તડકામાં રાખી શકો છો. આના કારણે, દુર્ગંધ અને હળવા ડાઘ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે.