Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health tips: વેજીટેરિયન હોવાના આ ફાયદા જાણી આપ દંગ રહી જશો, આજે જ છોડી દેશો માંસ મટન
સામાન્ય રીતે નોનવેજને વધુ હેલ્ધી અને પોષણયુક્ત ફૂડ માનવામાં આવે છે પરંતુ આ આજે અમે આપને શાકાહારી હોવાના ફાયદા જાણાવીશું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સજાગ થયા છે અને આજકાલ લોકોનો વેજ તરફ ઝુકાવ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર જે લોકો શાકાહારી ખોરાક લે છે તેઓ વધુ સ્વસ્થ, ફિટ છે. આવો આજે જાણીએ શાકાહારના શું ફાયદા છે.
શાકાહારી લોકો વધુ જીવે છે. સંશોધન મુજબ જે લોકો ફળ અને શાકભાજી ખાઇ છે. તેમના શરીરમાં ઓછું વિષ અને રસાયણ ઉત્પન થાય છે અને તે લાંબુ જીવે છે.
પ્રાણીનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ચોક્કસ વધે છે, કારણ કે તેમાં ફેટ વધુ હોય છે. શાકાહારી વસ્તુઓમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અથવા જોવા મળતું નથી. જેનો અર્થ છે કે જે લોકો શાકાહારી છે તેઓમાં માંસાહારી લોકો કરતા વધુ સારું અને ઓછું કોલેસ્ટ્રોલ લેવલ હોય છે.
આપણે બધા જાણીએ છીએ કે, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. યુનિવર્સિટી ઓફ બેલ્જિયમમાં હાથ ધરાયેલા સંશોધન મુજબ, શાકાહારી આહાર પણ સ્ટ્રોક અથવા સ્થૂળતાની શક્યતા ઘટાડવાનો એક માર્ગ છે, જ્યારે ચિકન, મટન અથવા પ્રાણીનું માંસ તમારી ચરબી વધારે છે.
માંસાહારી ખોરાક લેવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધી શકે છે, જ્યારે શાકાહારી વસ્તુઓમાં ખૂબ ઓછી ખાંડ હોય છે, તેથી જે લોકો શાકાહારી ખોરાક લે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ઓછી હોય છે.
શાકાહારી આહારમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જેને ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ મળે છે અને આપણી ત્વચા હાઇડ્રેટ રહે છે. આટલું જ નહીં, ત્વચાને રોગ મુક્ત રાખવાની સાથે ફળો અને શાકભાજીનું સેવન જરૂરી છે. જે સ્કિનને યંગ રાખે છે નઅને ગ્લોઇંગ બનાવે છે.