Cracked Heels: એડીના ચીરાથી પરેશાન છો? અપનાવો આ અસરદાર ઘરેલુ નુસખા
એડી ફાટવાની સમસ્યા કોઇ પણ ઋતુમાં થાય છે. ગરમી અને વરસાદની સિઝનમાં પણ આ સમસ્યા અનેક લોકોમાં જોવા મળે છે. જો કે કેટલાક સરળ ઘરેલુ નુસખાથી તેને ઠીક કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાટેલી એડીની સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા એલોવેરા જેલ લગાવો.તેનાથી આપની એડી સોફ્ટ અને મુલાયમ થઇ જશે.
મધ અને એલોવેરા જેલને મિક્સ કરીને ફાટેલી એડીના ચીરામાં નિયમિત લગાવવવાથી ટૂંક સમયમાં જ આ પરેશાની દૂર થાય છે.
રાત્રે સૂતા પહેલા સરસો કે કોઇ પણ તેલ લગાવાથી પણ ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી શકાય છે.
નારિયેળ તેલ એડી પર લગાવવાથી પણ ફાટેલી એડીની સમસ્યા દૂર થાય છે અને એડી ખૂબસૂરત બને છે.
લીંબુ અને ખાંડને મિક્સ કરીને તેનું સ્ક્રર્બ બનાવીને, એડી પર સ્કર્બ કરવાથી સ્કિન ડેડ સેલ નીકળી જાય છે અને એડી સોફટ બને છે.
એડીના ચીરાને દૂર કરવા માટે સી સોલ્ટ અને ઓટમીલ મિક્સ કરીને ચીરામાં લગાવો,. આ ટિપ્સ પણ કારગર છે.