Acidity Remedies: એસિડિટીથી પરેશાન છો? અજમાવો આ ઘરેલુ અસરદાર ઉપાય
ખોરાક અને જીવનશૈલીમાં બદલાવને કારણે એસિડિટીની સમસ્યા થવી સામાન્ય બાબત છે. જો તમે એસિડિટીની સમસ્યાથી પરેશાન છો, તો આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘરેલું ઉપચારનો સહારો લઈ શકો છો. ચાલો જાણીએ કેટલાક અસરકારક ઘરેલું ઉપચાર વિશે. (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમને હંમેશા એસિડિટીની સમસ્યા રહેતી હોય તો રોજ સવારે 1 આમળાનું સેવન કરો. તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે. (Photo - Freepik)
એસિડિટીથી બચવા માટે જીરું અને જીરુંમાંથી બનાવેલા પાવડરને ભોજનમાં સામેલ કરો. આનાથી તમે એસિડિટીથી રાહત મેળવી શકો છો. (Photo - Freepik)
એસિડિટીને કારણે પેટમાં બળતરા અને દુખાવો થતો હોય તો ઠંડુ દૂધ પીવું. તેનાથી પેટમાં થતી બળતરા ઓછી થઈ શકે છે. (Photo - Freepik)
તરબૂચનો રસ પીવાથી એસિડિટી ઓછી થાય છે. તેનાથી તમારા પેટને ઠંડક મળે છે. (Photo - Freepik)
એસિડિટીથી રાહત મેળવવા માટે આનો ઉપયોગ કરો. ખાસ કરીને જમ્યા પછી ગોળનું સેવન કરવાથી એસિડિટીથી રાહત મળે છે. (Photo - Freepik)
અજમાના સેવનથી એસિડિટીથી થતી સમસ્યાને ઓછી કરી શકાય છે. તે ગેસ, અપચો અને ઉબકાની સમસ્યાને ઓછી કરી શકે છે. . (Photo - Freepik)
એસિડિટી થવાની સ્થિતિમાં વરિયાળીનું પાણી પીવો. તે હાર્ટબર્ન, અપચો ઘટાડી શકે છે. (Photo - Freepik)